અમદાવાદઃ મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી સહિત 10 લોકો કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં મંગળવારે કોરોનાના વધુ 148 કેસ નોંધાયા હતા. ત્યારે શહેરનાં એલિસબ્રિજ પર આવેલા સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરનાં પૂજારી સહિત 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ફરી એકવાર મંદિરને કન્ટેઇનમેન્ટ કરી દેવાયું છે. તો બીજી બાજુ ગુજરાત હાઇકોર્ટ 14 સપ્ટેમ્બરથી ફિઝિકલી ખૂલી રહી છે. હાઇકોર્ટના સરકારી વકીલની ઓફિસમાં બે કર્મચારીઓ અને બે
 
અમદાવાદઃ મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી સહિત 10 લોકો કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં મંગળવારે કોરોનાના વધુ 148 કેસ નોંધાયા હતા. ત્યારે શહેરનાં એલિસબ્રિજ પર આવેલા સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરનાં પૂજારી સહિત 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ફરી એકવાર મંદિરને કન્ટેઇનમેન્ટ કરી દેવાયું છે. તો બીજી બાજુ ગુજરાત હાઇકોર્ટ 14 સપ્ટેમ્બરથી ફિઝિકલી ખૂલી રહી છે. હાઇકોર્ટના સરકારી વકીલની ઓફિસમાં બે કર્મચારીઓ અને બે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર કોરોના પોઝિટિવ આવ્યા છે. રજિસ્ટ્રી અને સરકારી વકીલની કચેરીમાં કોરોના કેસ વધતા સરકારી વકીલની ઓફિસના કર્મચારીઓના ટેસ્ટ કરાઇ રહ્યા છે. અગાઉ પણ હાઇકોર્ટ સ્ટાફમાં 8 કર્મચારી પોઝિટિવ આવતા કોર્ટને માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહાલક્ષ્મી મંદિરમાં 10 પૈકી 80 વર્ષનાં મુખ્ય પૂજારી સહિત પરિવારના 3 સભ્યોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્યને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, શહેરમાં મંગળવારે કોરોનાના વધુ 148 કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ 1732 લોકોના મૃત્યુ થયા છે. નવા 20 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ 22 કેસ નોંધાયા હતા. સાણંદમાં સૌથી વધુ 8, બાવળામાં 4, ધોળકા, ધંધૂકા, વિરમગામમાં 3-3 કેસ નોંધાયા હતા. દસ્ક્રોઇ 302, ધોળકા 446, ધંધુકા 158, સાણંદ 456, અને વિરમગામમાં 228 પોઝિટિવ કેસ છે.

અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સ્ટાન્ડર્ડ એસઓપી પ્રમાણે ટેસ્ટ, ટ્રેસિંગ, કન્ટેઈનમેન્ટ અને ટ્રીટ કરીને કેસને અંકુશમાં લેવા પગલાં લઈ રહ્યા છે. જે સોસાયટી, ફ્લેટ કે ચાલીમાં માત્ર 2 કે 3 કેસ આવે તો તાત્કાલિક તેને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવાનો નિર્ણય કરાયો છે.