અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં 10 સગર્ભાઓએ કોરોનાને આપી મ્હાત

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે અને ભૂસકે આગળ વધી રહી છે. તેવામાં ગુજરામાં પણ કોરોના વાયરસના દિનપ્રતિદિન ઢગલાબન કેસો સામે આવી રહ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે તો બીજીતરફ અનેક લોકો કોરોનાને મ્હાત આપીને બહાર આવી રહ્યાં છે. તો રાજ્યના ગાયનેક વિભાગ માટે પણ અનન્ય ઘટના બની છે.
 
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં 10 સગર્ભાઓએ કોરોનાને આપી મ્હાત

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે અને ભૂસકે આગળ વધી રહી છે. તેવામાં ગુજરામાં પણ કોરોના વાયરસના દિનપ્રતિદિન ઢગલાબન કેસો સામે આવી રહ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે તો બીજીતરફ અનેક લોકો કોરોનાને મ્હાત આપીને બહાર આવી રહ્યાં છે. તો રાજ્યના ગાયનેક વિભાગ માટે પણ અનન્ય ઘટના બની છે. 10 સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી મુક્ત થયેલી સગર્ભા મહિલાઓએ પોતાની કહાની વર્ણવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ સિવિલમાં આજે કોરોનાગ્રસ્ત 10 સગર્ભા સંપૂર્ણ સ્વસ્થ થઇને પોતાના ઘરે પ્રસન્ન મુખે પરત ફરી તેના પાછળનું કારણ તેઓને હોસ્પિટલમાં મળેલી શ્રેષ્ઠ સારવાર, ભોજન કાળજીપુર્વકના સ્તનપાન અંગે માર્ગદશૃન, રોગપ્રતિકારક શકિત મજબૂત થાય તેના માટે આપવામાં આવતી વિશિષ્ટ દવાઓ, હોસ્પિટલનું ઘર જેવું વાતાવરણ, તબીબો-સ્ટાફનો અભિગમ, સફાઇ કર્મીઓનો સાથ સહકાર અને સાથે સાથે સુચારૂ વ્યવ્સથાપન રહેલુ છે, તેવું સૌ ધાત્રી માતાઓએ કહ્યુ હતુ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાની પરિસ્થિતિમાં સામાન્ય બીમારીમાં પણ હોસ્પિટલ તપાસ અર્થે જવા ઘણાં લોકો સંકોચ અનુભવતા હોય ત્યારે ગર્ભાવસ્થામાં મારી પ્રસુતિને લઇને હું ખુબ જ ચિંતિત હતી. એવામાં ખાનગી હોસ્પિટલે સારવાર કરવાની ના પાડતા મારી ચિંતામાં વધારો થયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા મને શ્રેષ્ઠ સારવાર મળી રહી અને મારા ઘરે બાળકનો જન્મ થયો…’આ શબ્દો છે…ધાત્રીમાતા આફરીનના.