અમદાવાદ: બંગ્લોઝમાંથી 5 લાખનો દારૂ ઝડપાયો, પિતા-પુત્ર સામે ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વિભૂષા બંગલોઝમાં ૧૫૧ નંબરના બંગ્લોઝમાં પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બોપલ પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બંગલામાં તપાસ કરી હતી. જેમાંથી 1680 દારૂની બોટલ પોલીસે કબ્જે કરી હતી. અંદાજે 5.37 લાખનો દારૂ, એક કાર અને એક બુલેટ મળી આવ્યું હતુ. પોલીસે કાળુભાઈ કલાલ અને
 
અમદાવાદ: બંગ્લોઝમાંથી 5 લાખનો દારૂ ઝડપાયો, પિતા-પુત્ર સામે ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વિભૂષા બંગલોઝમાં ૧૫૧ નંબરના બંગ્લોઝમાં પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બોપલ પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બંગલામાં તપાસ કરી હતી. જેમાંથી 1680 દારૂની બોટલ પોલીસે કબ્જે કરી હતી. અંદાજે 5.37 લાખનો દારૂ, એક કાર અને એક બુલેટ મળી આવ્યું હતુ. પોલીસે કાળુભાઈ કલાલ અને અમિત કલાલ નામના પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

લીસને મળેલી બાતમીને આધારે પોલીસે વિભૂષ બંગ્લોઝ ખાતે તપાસ કરતા ઘરના કમ્પાઉન્ડમાં જ 35 પૂંઠાના બોક્સ પડ્યા હતા. જેમાં તપાસ કરતા 1680 દારૂની બોટલ મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા પણ દારૂની બોટલો મળી હતી. પોલીસે દારૂ, કમ્પાઉન્ડમાં પડેલી કાર અને બુલેટ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.