હડકંપ@અમદાવાદ: 65 લાખના તોડમાં PI-PSI સહિત 7 પોલીસ સસ્પેન્ડ, ચોંકાવનારો ભ્રષ્ટાચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાં PI સહિત એકસાથે 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. કોલસેન્ટરના ડેટા સાથે 2 યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી રૂ.65 લાખનો તોડ કરવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. 65 લાખનો તોડ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. રિપોર્ટમાં
 
હડકંપ@અમદાવાદ: 65 લાખના તોડમાં PI-PSI સહિત 7 પોલીસ સસ્પેન્ડ, ચોંકાવનારો ભ્રષ્ટાચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાં PI સહિત એકસાથે 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. કોલસેન્ટરના ડેટા સાથે 2 યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી રૂ.65 લાખનો તોડ કરવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. 65 લાખનો તોડ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. રિપોર્ટમાં બેદરકારી આવતાં PI, PSI અને 5 પોલીસ કોન્સ્ટેબલને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના એસજી હાઇવે પરથી 2 મહિના પહેલા 2 વ્યક્તિને પકડી પહેલા રૂ.30 લાખનો અને બાદમાં રૂ.35 લાખ એમ મળી કુલ રૂ.65 લાખનો તોડ કરાયો હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં PI સહિતનાનું નામ ખૂલતાં પોલીસબેડામાં ચકચાર મચી જતાં આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપાયો હતો. તોડકાંડ અને પોપ્યુલર બિલ્ડરને સવલત આપવા મામલે તાત્કાલિક અસરથી IPSની બદલી સ્પેશ્યલ બ્રાન્ચમાં કરી દેવાઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન PI વાય.બી.જાડેજા, PSI અને 5 કોન્સ્ટેબલ મળી કુલ 7 પોલીસકર્મીને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કર્યા છે. આ કેસમાં ચર્ચામાં રહેલા IPS અધિકારીનો બચાવ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં ક્યાંય તેઓની ભૂમિકા નથી બતાવાઈ. સમગ્ર કાંડમાં IPS અધિકારીની ભૂમિકાને દબાવી દેવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.