અમદાવાદઃ કાપડના ગોડાઉનમાં બોઇલર બ્લાસ્ટ, 6ના મોત, 6ની હાલત ગંભીર

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અમદાવાદનાં પીપળજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપડના ગોડાઉનમાંઆગ લાગતા 6 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ ગોડાઉનના બોઇલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. આ બિલ્ડિંગમાં 12 લોકો ફસાયા હતા. જેમાંથી 6 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. હાલ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ
 
અમદાવાદઃ કાપડના ગોડાઉનમાં બોઇલર બ્લાસ્ટ, 6ના મોત, 6ની હાલત ગંભીર

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અમદાવાદનાં પીપળજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપડના ગોડાઉનમાંઆગ લાગતા 6 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ ગોડાઉનના બોઇલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. આ બિલ્ડિંગમાં 12 લોકો ફસાયા હતા. જેમાંથી 6 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. હાલ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને રાહત કામગીરી ચાલી રહી છે. આ દૂર્ઘટનાના મૃતકો અને ઇજાગ્રસ્ત લોકને એલજી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 6 મૃતકો છે અને અન્ય છ ઇજાગ્રસ્ત લોકોની હાલત ઘણી જ ગંભીર છે. મૃતકોના પરિવારમાં શોકનું મોજુ ફેરવાઇ ગયું છે. આ સાથે એલ. જી હૉસ્પિટલમાં પણ પરિવારજનોની રોકકળથી આખુ વાતાવરણ ગમગીન થયું છે. મળત માહિતી પ્રમાણે, આ દૂર્ઘટનામાં એક 18 વર્ષનાં યુવાને પગ ગૂમાવાનો વારો આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એલજી હૉસ્પિટલમાં બેઠેલા એક પરિવારજને જણાવ્યું કે, ‘અમને મોટા ધડાકાનો અવાજ આવ્યો એટલે અમે ઘરેથી દોડીને ગોડાઉન બાજુ ગયા ત્યારે જોયુ તો આખી બિલ્ડિંગ પડી ગઇ હતી, મારા માસી તેમા દબાઇ ગયા હતા.’ આ બિલ્ડીંગમાં એટલો ઘડાકાભેર બ્લાસ્ટ થયો કે તેના પિલ્લરોનાં અનેક ટૂકડા થઇને દૂર દૂર સુધી ફેલાયા છે. હાલ ફાયરનાં જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ગોડાઉનમાં કાપડ હોવાને કારણે આ આગ બહું જ જલ્દી વિસ્તરી હોય શકે છે. ફાયરના અધિકારીઓને આશંકા છે કે, હજી આ કાટમાળમાં અન્ય લોકો ફસાયા હોય શકે છે.