અમદાવાદ: સિવિલનો દર્દી ખોવાયો, ફરિયાદ બાદ હૉસ્પિટમાંથી જ મળ્યો

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં કોરોનાનો કહેર એકતરફ વધી રહી છે અને બીજી તરફ સિવિલ હૉસ્પિટલની બેદરકારીનાં એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યાં છે. 13 મેનાં રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણોને કારણે દાખલ કરાયેલી વ્યક્તિ સિવિલ હૉસ્પિટલમાં જ ગૂમ થઇ ગઇ. ચાર દિવસ સુધી આખી હૉસ્પિટલમાં શોધવા છતાં તેની ભાળ જ ન મળી. આ અંગે હૉસ્પિટલનાં તંત્ર
 
અમદાવાદ: સિવિલનો દર્દી ખોવાયો, ફરિયાદ બાદ હૉસ્પિટમાંથી જ મળ્યો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં કોરોનાનો કહેર એકતરફ વધી રહી છે અને બીજી તરફ સિવિલ હૉસ્પિટલની બેદરકારીનાં એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યાં છે. 13 મેનાં રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણોને કારણે દાખલ કરાયેલી વ્યક્તિ સિવિલ હૉસ્પિટલમાં જ ગૂમ થઇ ગઇ. ચાર દિવસ સુધી આખી હૉસ્પિટલમાં શોધવા છતાં તેની ભાળ જ ન મળી. આ અંગે હૉસ્પિટલનાં તંત્ર પાસે આ દર્દી ક્યાં છે તેનો કોઇ જવાબ ન હતો. જેથી પરિવારે કંટાળીને દર્દી ખોવાયાની શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. જે બાદ સિવિલનાં સત્તાધીશોએ દર્દીને આખરે હૉસ્પિટલનાં સી 4 વોર્ડમાંથી જ શોધી નાંખ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત 13 મેનાં રોજ અમરાઇવાડીનાં સત્યમનગરમાં રહેતા રમેશ સુર્યકાન્ત સાવળેને શરદી, ખાંસી, તાવની સાથે શ્વાસની તકલીફ જેવાં કોવિડનાં લક્ષણો દેખાયા હતા. જેથી 108ને ફોન કરીને સિવિલની કોવિડ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. બીજા દિવસે દર્દીનાં માસીયાઇ ભાઇ મિતેષભાઇ જે. વાવરે દર્દીનો મોબાઇલ આપવા માટે હૉસ્પિટલ ગયો હતો. પરંતુ હૉસ્પિટલે કહ્યું કે, આ નામનો દર્દી અહીં દાખલ નથી. દર્દીનાં ભાઇને પીપીઇ કિટ પહેરાવીને હૉસ્પિટલમાં ફેરવ્યો હતો.

આ વ્યક્તિ ચાર દિવસ સુધી રોજ હૉસ્પિટલ આવીને દર્દી અંગેની પૂઠપરછ કરતો હતો. તેમ છતાં તેને આ અંગેની કોઇ ભાળ મળી ન હતી. જેથી તે દર્દીનાં ભાઇને હૉસ્પિટલ તંત્રએ પીપીઇ કિટ પહેરાવીને તેમના સ્ટાફ સાથે આખી હૉસ્પિટલ શોધી નાંખાવી હતી. તે છતાં, દર્દીની ભાળ મળી ન હતી. આ બધાથી કંટાળીને પરિવારે આખરે શાહીબાગ પોલીસમાં દર્દી ખોવાયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ હૉસ્પિટલમાં તપાસ કરતા દર્દી હૉસ્પિટલનાં સી 4 વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે તેમ સિવિલનાં સ્ટાફે જણાવ્યું હતું.