અમદાવાદ: મહિલા પોલીસ કર્મચારીએ કોરોનાને હરાવ્યો, સાજા થતાં રાહત

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના પોઝિટીવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાં પોલીસકર્મીઓનો પણ કોરોના રીપોર્ટ આવ્યા બાદ સાજા થઇ ફરી પરત ડ્યુટી જોઇન્ટ કરવાના દાખલા પણ છે. ગત દિવસોએ માધુપુરા પોલીસ સ્ટેશનના એક મહિલા કોન્સ્ટેબલનો રીપોર્ટ પોઝિટીવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. ગાઇડલાઇન પ્રમાણે 10 દિવસમાં જો કોઇ લક્ષણ ન જણાય તો તેમને
 
અમદાવાદ: મહિલા પોલીસ કર્મચારીએ કોરોનાને હરાવ્યો, સાજા થતાં રાહત

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના પોઝિટીવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાં પોલીસકર્મીઓનો પણ કોરોના રીપોર્ટ આવ્યા બાદ સાજા થઇ ફરી પરત ડ્યુટી જોઇન્ટ કરવાના દાખલા પણ છે. ગત દિવસોએ માધુપુરા પોલીસ સ્ટેશનના એક મહિલા કોન્સ્ટેબલનો રીપોર્ટ પોઝિટીવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. ગાઇડલાઇન પ્રમાણે 10 દિવસમાં જો કોઇ લક્ષણ ન જણાય તો તેમને રજા આપવામાં આવતી હોવાથી મહિલા કોન્સ્ટેબલને પણ રજા અપાઇ છે. આ સાથે તેઓએ 14 દિવસ પોતાના ઘરમાં હોમ ક્વોરેન્ટાઇન રહેવુ પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને કોરોના થયા બાદ સાજા થયા છે. નિરૂબા અભયસિંહ રાજપૂત માધુપુરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે. ગત 7/5/2020ના રોજ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે તા. 9/5/2020ના રોજ તેમનો રીપોર્ટ પોઝિટીવ આવતા તેમને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. જ્યાં આજે ગાઇડલાઇન મુજબ સારવારના 10 દિવસ દરમ્યાન કોઇ લક્ષણો નહિ જણાતાં તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા છે.