અમદાવાદ : દાગીના જોવાના બહાને સોનાની ચોરી કરતું ઠગ દંપતી ઝડપાયું

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલ જવેલર્સના શૉ-રુમમાં સોનાની ચોરીની ઘટનાઓ વધી ગઈ હતી. જેને લઈ શહેર પોલીસની સાથો સાથ ક્રાઈમ બ્રાન્ચ પણ કામે લાગી ગઈ હતી. દરમિયાન cctv ફૂટેજના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચેએ પૂનમ રંગવાણી અને કમલેશ રંગવાણી નામના એક ઠગ દંપતીને ઝડપી પાડયું છે. પોલીસની તપાસમાં આ દંપતીએ શહેરના 5 શો-રૂમમાંથી
 
અમદાવાદ : દાગીના જોવાના બહાને સોનાની ચોરી કરતું ઠગ દંપતી ઝડપાયું

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલ જવેલર્સના શૉ-રુમમાં સોનાની ચોરીની ઘટનાઓ વધી ગઈ હતી. જેને લઈ શહેર પોલીસની સાથો સાથ ક્રાઈમ બ્રાન્ચ પણ કામે લાગી ગઈ હતી. દરમિયાન cctv ફૂટેજના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચેએ પૂનમ રંગવાણી અને કમલેશ રંગવાણી નામના એક ઠગ દંપતીને ઝડપી પાડયું છે.

પોલીસની તપાસમાં આ દંપતીએ શહેરના 5 શો-રૂમમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત પણ કરી લીધી છે. આ લોકોએ આ 5 શો-રૂમ સિવાય અન્ય જગ્યાએ પણ આવી રીતે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ લોકોના ચહેરા CCTVમાં આવી જતાં આ લોકો મૂળ રાજસ્થાનના ગામ અજમેર જતાં રહયા હતા પરંતુ પરત પોતાના સગાને મળવા આવવાના છે તેવી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે આ લોકો કોઈ પણ શૉ રૂમ માં જાય ત્યારે ત્યાંના હાજર કર્મચારીને દાગીના જોવા માંગતા હતા. અને અલગ-અલગ દાગીના જોતી વખતે પૂનમ દાગીના પોતાના પર્સમાં રાખી લેતી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો આ સિવાય આગાઉ રાજસ્થાન, દિલ્હી, મુંબઇ, કોલકત્તા સહિત અન્ય જગ્યા પકડાઈ ચુક્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.