અમદાવાદઃ પ્રેમમાં પાગલ યુવકે યુવતીને પામવા એરગન બતાવી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની માતાને એરગન બતાવીને ધમકી આપી હતી. આરોપી યુવકે મહિલાને તેની છોકરી સાથે લગ્ન કરાવી દેવાની ધમકી આપી હતી. જોકે, યુવતીના પરિવારજનોને આ વાત મંજૂર ન હતી. આ મામલો થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થઈ
 
અમદાવાદઃ પ્રેમમાં પાગલ યુવકે યુવતીને પામવા એરગન બતાવી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની માતાને એરગન બતાવીને ધમકી આપી હતી. આરોપી યુવકે મહિલાને તેની છોકરી સાથે લગ્ન કરાવી દેવાની ધમકી આપી હતી. જોકે, યુવતીના પરિવારજનોને આ વાત મંજૂર ન હતી. આ મામલો થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.

અમરાઈવાડીમાં રહેતી એક યુવતીની માતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ન્યૂ રાણીપમાં રહેતા મહેશ ચાવડા નામના યુવકના ફોઈનું ઘર આ યુવતીની માતાના ઘર પાસે આવેલું છે. મહેશ અવારનવાર ત્યાં જતો હતો. આ બાબતની જાણ યુવતીના પરિવારને થતા તે લોકો પોલીસ સ્ટેશન ગયા હતા.

યુવતીની માતાએ મનાઈ કરતા મહેશે એરગન બતાવી ધમકી આપી હતી. રસ્તા વચ્ચે જ થયેલા આ બનાવને પગલે લોકોએ મહેશને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો. અમરાઈવાડી પોલીસે આરોપીની ધરપકડ કરીને કડક પૂછપરછ કરતા આરોપી મહેશ ગુજરાતી ફિલ્મોના પોસ્ટર લગાવવાનો કોન્ટ્રાકટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. એવી પણ માહિતી મળી છે કે મહેશ ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપીને યુવતીના પરિવારની નજીક આવ્યો હતો અને પ્રેમનો ખેલ ખેલ્યો હતો.