અમદાવાદઃ કાર અને એક્ટિવા વચ્ચે ભયાનક ટક્કર, 24 વર્ષીય યુવકનું કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અમદાવાદનો એસજી હાઈવે અકસ્માતોનો ઝોન બની રહ્યું છે. ત્યારે ફરી એકવાર એસજી હાઈવે એ એકનો ભોગ લીધો છે. એસજી હાઈવે પર આવેલી રાજપથ કલબ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવા અને કાર ચાલક વચ્ચે અકસ્માત થતા એક્ટિવા ચાલક યુવકનુ મોત નિપજ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
અમદાવાદઃ કાર અને એક્ટિવા વચ્ચે ભયાનક ટક્કર, 24 વર્ષીય યુવકનું કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અમદાવાદનો એસજી હાઈવે અકસ્માતોનો ઝોન બની રહ્યું છે. ત્યારે ફરી એકવાર એસજી હાઈવે એ એકનો ભોગ લીધો છે. એસજી હાઈવે પર આવેલી રાજપથ કલબ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવા અને કાર ચાલક વચ્ચે અકસ્માત થતા એક્ટિવા ચાલક યુવકનુ મોત નિપજ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના રાજપથ ક્લબ પાસે એક કાર અને એક એક્ટિવાની ટક્કર થઈ હતી. જોકે, આ ટક્કર એટલી જોરદાર હતી કે, એક્ટિવા અને કાર ચાલક બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને 108 દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જેમાં ઋત્વિક પટેલ નામના એક્ટિવા ચાલકનુ મોત નિપજ્યું છે. આ યુવક માત્ર 24 વર્ષનો હતો. જે વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતો.

અમદાવાદઃ કાર અને એક્ટિવા વચ્ચે ભયાનક ટક્કર, 24 વર્ષીય યુવકનું કરૂણ મોત
જાહેરાત

કોરોના સંકટ વચ્ચે પણ ઘણા અકસ્માતો  સામે આવી રહ્યા છે. અને મોત પણ થઇ રહ્યા છે. અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. ચારેબાજુથી કારના ફુરજા નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હજી થોડા દિવસો પહેલા ઈસ્કોન ચોકડી પર પણ એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યુ હતું. બસની ટક્કરે બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું હતું.