આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત બની છે. ત્યારે તે મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો બીજી તરફ ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા કર્મચારી ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

અમદાવાદના અરાઈવાડીના નાગરવેલ હનુમાન વિસ્તારમાં એએમસીના મેલેરિયા વિભાગ દ્વારા ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન અચાનક ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો. જો કે, આ બ્લાસ્ટની ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત બની હતી. જેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે આ ઘટના સર્જાતા ફોગીંગની કામગીરી કરી રહેલો કર્મચારી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

જો કે, આ ઘટનાને પગલે નાગરવેલ હનુમાન વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરે એએમસી અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડે આરોપ લગાવ્યો છે કે, કોન્ટ્રાકટના કર્મચારીઓને તાલીમ આપ્યા વગર જ ફોગીંગની કામગીરી કરવા મોકલી દેવામાં આવે છે. ત્યારે વધુમાં તેમણે કહ્યું કે, કામગીરીના ખોટા આંકડા બતાવવા માટે આડેધડ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

26 May 2020, 12:03 PM (GMT)

COVID-19 Global Stats

5,582,367 Total Cases
347,563 Death Cases
2,361,036 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code