અમદાવાદ: ટીન્ડર એપથી યુવતીએ વેપારી પાસેથી, 20 લાખ હનીટ્રેપમાં ફસાયા

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં રહેતા એક વેપારીને પત્ની સાથે છૂટાછેડા થઈ જતા તેઓ પત્ની વિનાનું જીવન જીવતા હતા. ત્યારે સાથે કોઈક હોવા માટે તેઓએ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓને જાનવી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. તેને મલ્યા બાદ તેઓ એક ફ્લેટમાં ગયા હતા. જ્યાં જાનવીએ તેનું ટોપ ઉતાર્યુંને એટલામાં જ કેટલાક લોકો
 
અમદાવાદ: ટીન્ડર એપથી યુવતીએ વેપારી પાસેથી, 20 લાખ હનીટ્રેપમાં ફસાયા

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં રહેતા એક વેપારીને પત્ની સાથે છૂટાછેડા થઈ જતા તેઓ પત્ની વિનાનું જીવન જીવતા હતા. ત્યારે સાથે કોઈક હોવા માટે તેઓએ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓને જાનવી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. તેને મલ્યા બાદ તેઓ એક ફ્લેટમાં ગયા હતા. જ્યાં જાનવીએ તેનું ટોપ ઉતાર્યુંને એટલામાં જ કેટલાક લોકો ફ્લેટમાં ઘુસી ગયાને વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું. ફ્લેટમાં ધસી આવેલામાંથી એક તો નકલી પોલીસ બનીને આવ્યો હતો અને તે પણ અસલી ડ્રેસમાં આવ્યો હતો. જોકે આનંદનગર પોલીસે તેમના વિસ્તારમાંથી પકડી સેટેલાઇટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. આ ગેંગે 20 લાખ રૂપિયા માંગ્યા હતા અને વેપારીને કિડનેપ કર્યો હતો.

અમદાવાદ: ટીન્ડર એપથી યુવતીએ વેપારી પાસેથી, 20 લાખ હનીટ્રેપમાં ફસાયા
જાહેરાત

બાદમાં તેઓને જાનવી નામની યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. મેસેજમાં વાતચીત થયા બાદ તેઓ થોડા દિવસ પહેલા એસજી હાઇવે પરના ખેતલાઆપા ટી સ્ટોલ પર મલ્યા હતાં. બાદમાં બીજા દિવસે મળવાનો વાયદો પણ બંને વચ્ચે થયો હતો. બીજા દિવસે મળ્યા અને બાદમાં જાનવી નામની યુવતીએ એકાંત જગ્યા પર જવાનું કહી ગોતા ખાતે તેના ફ્લેટમાં લઈ ગઈ હતી. ત્યાં પહોચી વાતો કર્યા બાદ જાનવી એ પોતાનું ટોપ ઉતાર્યુંને બાદમાં વેપારીને પણ કપડા કાઢવાનું કહ્યું હતું. બાદમાં 50 લાખની માંગણી કરી અંતે 20 લાખમાં ડિલ થઈ હતી. આંગડિયા પેઢી થકી રૂપિયા પણ આપી દીધા હતા. જોકે આ બધું પૂર્ણ થયા બાદ વેપારી ઘરે ગયા અને ત્યાં તેમને હાઇપ્લોગ્લાસમિયા એટેક આવ્યો હતો.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આનંદનગર પોલીસે એક સમીર ચારણીયા નામના વ્યક્તિને ડુપ્લીકેટ પોલીસ તરીકે પકડ્યો છે. ત્યાં જઈને જોતા યુવરાજસિંહ બનેલો વ્યક્તિ જ સમીર નીકળ્યો હતો. જેથી વેપારીએ આ મામલે સેટેલાઈટમાં જાનવી, સમીર ચારણીયા અને આશિક દેસાઈ નામના લોકો સામે ખંડની, ધમકી આપી હોવાની, ગોંધી રાખવા જેવી અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.