અમદાવાદઃ શરીરના 100 ટુકડા કરી ફેકી દેવાયેલ યુવકની ઓળખ કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક અસલાલી ખાતેના હાથીજણ સર્કલ પાસેના પેટ્રોલ પંપ પાસે થોડા દિવસો અગાઉ એક બે કોથળામાં ભરેલી લાશના અવયવો મળ્યા હતા. જેમાં હાથ પગ, ધડ બધું અલગ અલગ ટુકડા કરેલું હતું. જોકે તેમાં વ્યક્તિનું માંથુ કે તેની આંગળીઓના ભાગ ન હતા. પોલીસ માટે આ એક મોટો પ્રશ્ન હતો કે આ લાશ કોની છે. જોકે
 
અમદાવાદઃ શરીરના 100 ટુકડા કરી ફેકી દેવાયેલ યુવકની ઓળખ કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

અસલાલી ખાતેના હાથીજણ સર્કલ પાસેના પેટ્રોલ પંપ પાસે થોડા દિવસો અગાઉ એક બે કોથળામાં ભરેલી લાશના અવયવો મળ્યા હતા. જેમાં હાથ પગ, ધડ બધું અલગ અલગ ટુકડા કરેલું હતું. જોકે તેમાં વ્યક્તિનું માંથુ કે તેની આંગળીઓના ભાગ ન હતા. પોલીસ માટે આ એક મોટો પ્રશ્ન હતો કે આ લાશ કોની છે. જોકે હત્યારાને પકડવાની પહેલા તેમને વ્યક્તિ કોણ છે તેની ઓળખ કરવાની કડી મેળવવાની હતી.

અમદાવાદની અસલાલી પોલીસે જ્યારે આવી ક્રુર હત્યા જોઈ ત્યારે તે પણ ચોંકી ગયા હતા. આ અરસામાં અમદાવાદના ગોમતીપુર ખાતે એક યુવક ગુમ થયાની બાબત સામે આવી હતી. જે વ્યક્તિની મોટા ભાગની વિગતો આ મળેલી લાશ સાથે મળતી આવતી હતી. પોલીસે આ સંદર્ભે ડીએનએ ટેસ્ટની કામગીરી હાથ ધરી હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસને આ હત્યાનો હવે ભેદ પણ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં માથુ કપાયેલી આ ટુકડા ટુકડા થયેલી લાશ ગોમતીપુરના શાકીર મલેકની હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ અંગે એક આરોપીની ધરપકડ પણ કરી છે. મળી રહેલી પ્રારંભીક માહિતી પ્રમાણે રૂપિયાની લેતીદેતીમાં આ હત્યા કરાઈ હતી. પોલીસે વધુ વિગતો મેળવવા તપાસ હજુ આગળ આરંભી છે.