ખળભળાટ@અમદાવાદ: નોકરી ગુમાવીને યુવક બન્યો નકલી PSI, પત્ની બની હેડ કોન્સ્ટેબલ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના રામોલ વિસ્તારમાં સાત સભ્યોને અસલી પોલીસેની ટીમે ઝડપી પાડી તે કેસમાં નવા ખુલાસા થયા છે. આરોપી કિરીટ અમીન મામલતદાર કચેરીમાં નોકરી કરતો હતો. જોકે તે નોકરી ગુમાવતા જ તે નકલી સરકારી નોકર બન્યો હતો. તે તો નકલી પોલીસ બન્યો સાથે પત્નીને પણ નકલી પોલીસ બનાવી હતી. અને બાદમાં પોતાની ગેંગ બનાવી
 
ખળભળાટ@અમદાવાદ: નોકરી ગુમાવીને યુવક બન્યો નકલી PSI, પત્ની બની હેડ કોન્સ્ટેબલ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના રામોલ વિસ્તારમાં સાત સભ્યોને અસલી પોલીસેની ટીમે ઝડપી પાડી તે કેસમાં નવા ખુલાસા થયા છે. આરોપી કિરીટ અમીન મામલતદાર કચેરીમાં નોકરી કરતો હતો. જોકે તે નોકરી ગુમાવતા જ તે નકલી સરકારી નોકર બન્યો હતો. તે તો નકલી પોલીસ બન્યો સાથે પત્નીને પણ નકલી પોલીસ બનાવી હતી. અને બાદમાં પોતાની ગેંગ બનાવી હતી. બાતમીના આધારે વસ્ત્રાલમાં જઈને સાત લોકોને પોલીસે ઝડપી પાડ્યા. જેમાં કોઈ પીએસઆઇ તો કોઈ હેડ કોન્સ્ટેબલ તો કોઈ ડિલર બનીને આવ્યા હતા. જોકે આ પોલીસને બાતમી મળતા જ સાત લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત લોકોને રામોલ પોલીસે ઝડપી પાડયા હતા.

મળતી માહિતી મુજબ ડ્રાઇવર સીટ પર બેઠેલા ઈસમે પોતે અમરાઈવાડીમાં પીએસઆઈ હોવાની ઓળખ આપતા પોલીસ એ તેની પાસે આઇ કાર્ડ માંગ્યું હતું. જોકે આરોપીએ આઇ કાર્ડ પણ બતાવ્યું હતું. જેમાં પીએસઆઈના કાર્ડમાં બક્કલ નંબર લખેલો હોવાથી આઇકાર્ડ બનાવટી હોવાનુ જાણવા મળતા પોલીસે તમામ આરોપીઓની ઉલટ પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓનો ભાંડો ફૂટી ગયો. જાવેદ હુસેન, જગમોહન શાસ્ત્રી, અને વસીમ અલી સૈયદ આ ત્રણેય આરોપીઓ સસ્તું સોનું આપવાની લાલચ આપીને ગ્રાહકને પૈસા લઈને બોલાવતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ પૈસા લઈ આવે ત્યારે કિરીટ, તેની પત્ની, પંકજ સિંહ રાઠોડ અને અન્ય કેટલાક લોકો બનાવ સ્થળ પર રેડ કરી સોનું ખરીદવા આવેલ વ્યક્તિ ને પોલીસની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લૂંટી લેતા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તમામ આરોપીઓએ પોતાના આઈકાર્ડ હાટકેશ્વર ખાતે બનાવડાવ્યા હોવાથી આઈકાર્ડ બનાવનારની પણ ધરપકડ કરાશે. આઈકાર્ડમાં અગાઉ ઝોન 5 ડીસીપી તરીકે રહી ચૂકેલા હિમકરસિંહની સહી પણ હોવાથી પોલીસ માને છે કે, તે સમયે કોઈ પોલીસ વાળાનું આઈકાર્ડ ખોવાઈ જતા તેના પરથી આ ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવડાવ્યા હોઈ શકે છે. આરોપીઓએ ત્રણ વર્ષમાં વડોદરા, સાબરકાંઠા, ખેડા, સુરત, ભરૂચ, રાજકોટ જૂનાગઢ, ડાંગ, વલસાડ અને મહારાષ્ટ્રમાં 35 ગુના આચર્યા છે. જેમાં જગમોહન નામનો આરોપી 2019મા પકડાયો હતો. જોકે આ મોટાભાગના બનાવોમાં પોલીસે ફરિયાદ નોંધી નથી અને માત્ર અરજી લીધી હોવાનું સામે આવ્યું છે.