અમદાવાદઃ રિક્ષાને18,000 મેમો આપતાં ચાલકે ફિનાઇલ પી લેતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના ગોમતીપુરમાં રહેતા રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરીને 18 હજારનો દંડ ફટકારતા ફિનાઈલ પી લીધું હતું. સારવાર અર્થે તેને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવને પગલે ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. રિક્ષાચાલકે આવકનું એકમાત્ર સાધન પોલીસે કબજે કરી લેતા માનસિક તાણ અનુભવતા રાજુએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજપુર ગોમતીપુરમાં અશોકનગર
 
અમદાવાદઃ રિક્ષાને18,000 મેમો આપતાં ચાલકે ફિનાઇલ પી લેતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના ગોમતીપુરમાં રહેતા રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરીને 18 હજારનો દંડ ફટકારતા ફિનાઈલ પી લીધું હતું. સારવાર અર્થે તેને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવને પગલે ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. રિક્ષાચાલકે આવકનું એકમાત્ર સાધન પોલીસે કબજે કરી લેતા માનસિક તાણ અનુભવતા રાજુએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

રાજપુર ગોમતીપુરમાં અશોકનગર પાસે રહેતા રાજુભાઈ સોલંકી(48) 26સપ્ટેમ્બરના રોજ સવારે સાત વાગ્યે ફિનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશનના સીનીયીર પી.આઈ.સી.બી.ટંડેલના જણાવ્યા મુજબ પુછપરછમાં રાજુભાઈએ જણાવ્યું હતું કે દોઢેક મહિના અગાઉ નવરંગપુરામાં દાદા સાહેબના પગલા પાસે ટ્રાફિક પોલીસે ટ્રાફિકના ભંગ બદલ તેને રૂ.18,000નો મેમો આપ્યો હતો.

અમદાવાદઃ રિક્ષાને18,000 મેમો આપતાં ચાલકે ફિનાઇલ પી લેતા ચકચાર

પત્ની અને બે દિકરાનો પરિવાર ધરાવતા રાજુભાઈએ પોતે ભાડેથી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હોવાનું અને રિક્ષા ડિટેઈન કરાતા આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું. ગંડના મેમો અંગે વાત કરતા તેણે મેમો કોઈ એજન્ટને આપ્યો હોવાનું પોલીસને કહ્યું હતું. ગોમતીપુર પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.