ક્રાઇમ@અમદાવાદ: કંપનીમાં કામ કરતી યુવતીએ 24 લાખની ઠગાઇ કરી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં એક યુવતીએ પોતાના માલિક સાથે જ છેતરપિંડી કરી નાખી અને 24 લાખ રૂપિયા ઓનલાઈન નાખી દીધા પરિવારના સભ્યોના ખાતામાં. ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી કે તેના કંપનીમાં ખોટી એન્ટ્રીઓ કરી 24 લાખથી વધુ રકમની ઠગાઈ થઈ છે. ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે, આ કેસમાં
 
ક્રાઇમ@અમદાવાદ: કંપનીમાં કામ કરતી યુવતીએ  24 લાખની ઠગાઇ કરી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં એક યુવતીએ પોતાના માલિક સાથે જ છેતરપિંડી કરી નાખી અને 24 લાખ રૂપિયા ઓનલાઈન નાખી દીધા પરિવારના સભ્યોના ખાતામાં. ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી કે તેના કંપનીમાં ખોટી એન્ટ્રીઓ કરી 24 લાખથી વધુ રકમની ઠગાઈ થઈ છે. ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે, આ કેસમાં આરોપી બીજું કોઈ નહીં પરંતુ કંપનીમાં કામ કરતી એકાઉન્ટન્ટ યુવતી છે અને તેને અન્ય લોકો સાથે મળી આ કૌભાંડ કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે આરોપી યુવતીએ તેના પ્રેમીએ આપેલા એકાઉન્ટમાં ખોટી રીતે રૂપિયા જમા કરાવી દીધા છે. આરોપી યુવતી કળશ શાહ જે ફરિયાદીની કંપનીમાં કામ કરે છે અને તેણે પ્રેમી મુકેશ શાહ સાથે મળી આ છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. મુકેશે પૈસા બહેન વિશાખા શાહ અને માતા મોના શાહના એકાઉન્ટમાં રૂપિયા નખાવી દીધા હતા. ત્યારબાદ આ રૂપિયાથી કારની ખરીદી પણ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તે રૂપિયાથી ખરીદી કરેલ કાર પણ કબ્જે કરેલ છે.

આરોપી સામે આગાઉ કારંજમાં એક ગુનો પણ દાખલ થયેલ છે, અને જેમાં તે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમે ધરપકડ કરી વધુ કાર્યાવહી શરૂ કરી છે.