અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં 54 કેદીઓ સહિત અધિકારીને કોરોના

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. આ મહામારીના કહેરથી સાબરમતી સેન્ટ્રલ જેલ પણ બાકાત રહી નથી. સેન્ટ્રલ જેલમાં અનેક હાઇ પ્રોફાઇલ કેદીઓ છે. જો કે હાલ સેન્ટ્રલ જેલ અલગ જ કારણથી ચર્ચામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં સિરિયલ બ્લાસ્ટનાં કેદી સહિત 54 કેદીઓ અને જેલના 16 અધિકારી પણ કોરોના પોઝિટિવ આવતા હડકંપ
 
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં 54 કેદીઓ સહિત અધિકારીને કોરોના

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. આ મહામારીના કહેરથી સાબરમતી સેન્ટ્રલ જેલ પણ બાકાત રહી નથી. સેન્ટ્રલ જેલમાં અનેક હાઇ પ્રોફાઇલ કેદીઓ છે. જો કે હાલ સેન્ટ્રલ જેલ અલગ જ કારણથી ચર્ચામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં સિરિયલ બ્લાસ્ટનાં કેદી સહિત 54 કેદીઓ અને જેલના 16 અધિકારી પણ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત વધારે કેદીઓ પણ કોરોના પોઝિટિવ આવવાની આશંકા પેદા થઇ ગઇ છે. ડોક્ટરની ટીમ દ્વારા કેદીઓના કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જેલ સ્ટાફ અને અધિકારીઓને કોરોના થતા જેલ તંત્રની કામગીરી ખોરવાઇ છે. હાલ તો તમામ કેદીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

બીજી તરફ જેલનાં સ્ટાફમાં પણ કોરોના મુદ્દે ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેલ સ્ટાફ દ્વારા કોરોના જેલમાં ન પ્રવેશે માટે ઘણી તકેદારી રાખવામાં આવી રહી હતી. જો કે આખરે કોરોના જેલમાં પ્રવેશી જતા હવે કેદીઓ અને સ્ટાફમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.