અમદાવાદ: કાચા લાઇસન્સની રિટેસ્ટ માટે હવે લેવી પડશે એપોઇન્ટમેન્ટ

અટલ સમાચાર,ડેસ્ક સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં ફેરફાર કરતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.કાચા લાઇસન્સ માટે ફરી લેવાતી રિટેસ્ટની પ્રક્રિયા લાંબી કરતા હવે લોકોની હેરાનગતિ વધે તેમ છે. વાહનવ્યવહાર કમિશનર કચેરીએ હવે કાચા લાઇસન્સની રિટેસ્ટ માટે એપોઇમેન્ટ ફરજિયાત કરતા રિટેસ્ટની પ્રોસેસ લાંબી થઇ ગઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો વાહનના કાચા લાઈસન્સની
 
અમદાવાદ: કાચા લાઇસન્સની રિટેસ્ટ માટે હવે લેવી પડશે એપોઇન્ટમેન્ટ

અટલ સમાચાર,ડેસ્ક

સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં ફેરફાર કરતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.કાચા લાઇસન્સ માટે ફરી લેવાતી રિટેસ્ટની પ્રક્રિયા લાંબી કરતા હવે લોકોની હેરાનગતિ વધે તેમ છે. વાહનવ્યવહાર કમિશનર કચેરીએ હવે કાચા લાઇસન્સની રિટેસ્ટ માટે એપોઇમેન્ટ ફરજિયાત કરતા રિટેસ્ટની પ્રોસેસ લાંબી થઇ ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વાહનના કાચા લાઈસન્સની પરીક્ષામાં નાપાસ થનાર અરજદાર રૂપિયા 50 ભરીને બીજા દિવસે રિટેસ્ટ આપી શકતો હતો.ફરીવાર પરીક્ષા આપનાર લાઈસન્સ ઇચ્છુકો એ કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નહોતી પણ હવે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જોવાની વાત એ પણ છે કે એપોઇમેન્ટની પ્રક્રિયા લાંબી થવાની સાથે લોકોની મુશ્કેલી વધી અને ખર્ચ પણ વધ્યો છે. કાચા લાઇસન્સની રિટેસ્ટમાં રૂ.50 ખર્ચ થતો હતો. હવે એપોઇમેન્ટના લીધે રૂ. 300 ખર્ચ થશે. જાતે એપોઇમેન્ટ મળી શક્તી નથી. હવે એજન્ટનો સહારો લેવો પડશે ?