અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં પગથી બટેટા છૂંદતાં કેન્ટીન સીલ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં થોડા સમય પહેલા શહેરમાં આવેલી એક સ્વીટ માર્ટની દુકાનમાં રસમલાઈ શૌચાલયમાં બનતી હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. શહેરીજનોના આરોગ્ય સાથે દુકાનદારો ચેડા કરી રહ્યા છે. વારંવાર આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જોવા મળે છે. આવો જ એક વિડીયો સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વાઇરલ થયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં પગથી બટેટા છૂંદતાં કેન્ટીન સીલ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં થોડા સમય પહેલા શહેરમાં આવેલી એક સ્વીટ માર્ટની દુકાનમાં રસમલાઈ શૌચાલયમાં બનતી હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. શહેરીજનોના આરોગ્ય સાથે દુકાનદારો ચેડા કરી રહ્યા છે. વારંવાર આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જોવા મળે છે. આવો જ એક વિડીયો સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વાઇરલ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વાઇરલ વીડિયોમાં એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે. સાથે જ તેને એક શખ્સ મદદ કરી રહ્યો છે. આ વીડિયો સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપી આ પ્રકારનું જમવાનું આપવામાં આવે છે તેવી પણ માહિતી મળી આવી છે.

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં પગથી બટેટા છૂંદતાં કેન્ટીન સીલ

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ અધિકારી ડો. ભાવિન જોશીએ વાતચીતમાં જણાવ્યું હતું હતુ કે, ‘સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં અતિશય ગંદકી જોવા મળી હતી, જેના પગલે કેન્ટીનને સીલ મારવામાં આવી છે.