અમદાવાદ: કેમિકલ યુકત પાણીથી ઉપજાઉ જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવી

અટલ સમાચાર, અમદાવાદ તંત્ર દ્વારા સાબરમતીને શુધ્ધ કરવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી પસાર થઈ ખેડા જિલ્લાના સરહદી ગામો અને વૌઠા નજીકના ગામો અને ખેડાના 35થી વધુ ગામોના ખેડૂતો આ સાબરમતી નદીના કેમિકલ યુક્ત પાણીથી સિચાઈ કરવા વર્ષોથી મજબૂર બન્યા છે અને તેમની મુખ્ય ઓળખ સમાન પાકો મૃતપાય બન્યા છે તો તેમની ઉપજાઉ
 
અમદાવાદ: કેમિકલ યુકત પાણીથી ઉપજાઉ જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવી

અટલ સમાચાર, અમદાવાદ

તંત્ર દ્વારા સાબરમતીને શુધ્ધ કરવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી પસાર થઈ ખેડા જિલ્લાના સરહદી ગામો અને વૌઠા નજીકના ગામો અને ખેડાના 35થી વધુ ગામોના ખેડૂતો આ સાબરમતી નદીના કેમિકલ યુક્ત પાણીથી સિચાઈ કરવા વર્ષોથી મજબૂર બન્યા છે અને તેમની મુખ્ય ઓળખ સમાન પાકો મૃતપાય બન્યા છે તો તેમની ઉપજાઉ જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે.

ગુજરાતનો વૌઠાનો મેળો વિશ્વવિખ્યાત છે. અહી સાબરમતી, વાત્રક શેડી સહિત સાત નદીઓનો સંગમ થાય છે. જો કે સાબરમતી નદીના કેમિકલ યુક્ત પાણી આ છ નદીમાં ભળવા છતાં કેમિકલયુક્ત જ પાણી રહે છે. આ સંગમ સ્થાને એક તરફ પાલ્લા અને બીજા કિનારે વૌઠા આવેલ છે. જ્યાં છ નદીઓનો સંગમ થાય છે, જો કે અહી ચાર દાયકાથી સાબરમતી નદી કેમિકલ યુયાક્ત દૂષિત પાણી સાથે વહે છે. ત્યારે વૌઠા સંગમ સ્થાન સાથે નજીક આવેલ 26 જેટલા કાઠાગાળાના ગામો ના ખેડૂતો સાબરમતીના કેમિકલ યુક્ત દૂષિત પાણીથી સિચાઈ કરવા મજબૂર છે.

ખેડા તાલુકાના રસિકપુરા, લાલી, નાયકા નવાગામ સહિતના 35 ગામોમાં પણ સાબરમતીના ઝેરી કેમિકલયુક્ત દૂષિત પાણી ખેડૂતો અને ગ્રામજનો માટે મુસીબત બની છે, આ કેમિકલ યુક્ત પાણી અહીંના ખેડૂતો સિચાઈ કરી શાકભાજી અને ઉનાડુ પાકોનું વાવેતર કરે છે, જે ઝેરી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સાથે રસિકપુરા સાબરમતીના કિનારે આવેલ ગામ છે અને તે સિચાઈ અને પીવાના પાણી માટે સાબરમતી નદી ઉપર નિર્ભર છે, ગામમાં પાણીના તળ ઊચા જતાં કેમિકલ યુક્ત દુર્ગંધ મારતા ફીણ વાળું પાણી આવવાનું શરૂ થયું હતું.