અમદાવાદઃ કાંકરિયા ઝૂમાં એક અઠવાડિયા સુધી 12 વર્ષ સુધીના બાળકોને મફત પ્રવેશ મળશે

અટલ સમાચાર, ડેસ્ક આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રીક્રિએશન કમિટી દ્વારા 1 ઓક્ટોમ્બરથી 7 ઓક્ટોમ્બર સુધી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 12 વર્ષ સુધીના બાળકોને સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી મફત પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે પણ મુલાકાતીઓ બાળકો આવે છે અથવા તો શૈક્ષણિક સંસ્થાના
 
અમદાવાદઃ કાંકરિયા ઝૂમાં એક અઠવાડિયા સુધી 12 વર્ષ સુધીના બાળકોને મફત પ્રવેશ મળશે

અટલ સમાચાર, ડેસ્ક

આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રીક્રિએશન કમિટી દ્વારા 1 ઓક્ટોમ્બરથી 7 ઓક્ટોમ્બર સુધી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 12 વર્ષ સુધીના બાળકોને સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી મફત પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે પણ મુલાકાતીઓ બાળકો આવે છે અથવા તો શૈક્ષણિક સંસ્થાના બાળકો આવે છે તેમણે આ વન્યજીવો માટે પ્રત્યે વધુ નોલેજ મળી રહે તે માટે ટચ ટેબલ શો તથા ઝૂ વિશેની માહિતી ઉપરાંત ફ્રેંડ્સ ઓફ ઝૂ યોજનાની પણ જાણકારી આપવામાં આવશે. દર સોમવારે મુલાકાતીઓ માટે ઝૂ બંધ રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરીજનો માટે 7મી ઓક્ટબરથી નવરાત્રી પર્વ શરૂ થતો હોઈ અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરો જેવા કે ભદ્રકાળી મંદિર- લાલ દરવાજા., મહાકાળી મંદિર-દુધેશ્વર, ચામુંડામંદિર-અસારવા બ્રિજ નીચે, માતાભવાની વાવ અસારવા, પદમાવતિ મંદિર – નરોડા, ખોડિયાર મંદિર-નિકોલ, હરસિદ્ધમાતા મંદીર રખિયાલ, બહુચરાજીમંદિર-ભુલાભાઈ પાર્ક, મેલડીમાતા મંદિર-બહેરામપુરા, વૈષ્ણોદેવી મંદિર-એસ.જી.હાઈવે, ઉમિયામાતા મંદિર-જાસપુર રોડ, આઈમાતા મંદીર-સુઘડ, હિંગળાજ માતા મંદિર, નવરંગપુરા, વગેરે ધાર્મિક સ્થળોને આવરીને નવરાત્રી ધાર્મિક પ્રવાસ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

7 ઓક્ટોબરથી ફકત નવરાત્રી પુરતું સવારના 8-15થી બપોરના 4-15 સુધી ચલાવવામાં આવશે. તેમાં ટીકીટનો દર પુખ્તવયની વ્યકિત માટે રૂ. 60- તથા બાળકો માટે રૂ.30 રાખવામાં આવેલ છે. આ બસ સેવા પ્રવાસીઓ માંગે તે સ્થળે આપવાની તેમજ જે સ્થળેથી બેસે તે જ સ્થળે પરત ઉતારવાનું નકકી કરવામાં આવેલ છે. આ સેવા જો ગ્રુપમાં મેળવવી હશે તો ઓછામાં ઓછા 40 પ્રવાસી યાત્રિકોનું ભાડું ચૂકવવાનું રહેશે. આ નવરાત્રી ધાર્મિક બસ સેવાનો લાભ લેવા માટે એક દિવસ અગાઉ નીચે દર્શાવેલ ટર્મિનસો ઉપર સવારે 8-૦૦થી સાંજના 6-૦૦ દરમ્યાન સંબંધિત અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.