ચકચાર@અમદાવાદ: એક જ દિવસે 20 કરોડનું કોકેઈન અને 7 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં ડ્રગ્સ માફીયાઓ બેફામ બન્યાં હોવાની સ્થિતિ બની છે. અમદાવાદમાં બે અલગ-અલગ સ્થળ ઉપરથી પોલીસે ડ્રગ્સ પકડ્યું છે. ગુજરાત NCBને 20 કરોડનું કોકેઈન ડ્રગ પકડવામાં મોટી સફળતા મળી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. એક જ દિવસે
 
ચકચાર@અમદાવાદ: એક જ દિવસે 20 કરોડનું કોકેઈન અને 7 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં ડ્રગ્સ માફીયાઓ બેફામ બન્યાં હોવાની સ્થિતિ બની છે. અમદાવાદમાં બે અલગ-અલગ સ્થળ ઉપરથી પોલીસે ડ્રગ્સ પકડ્યું છે. ગુજરાત NCBને 20 કરોડનું કોકેઈન ડ્રગ પકડવામાં મોટી સફળતા મળી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. એક જ દિવસે કરોડોનું ડ્રગ્સ અને કોકેઇન ઝડપાતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મદાવાદમાં NCBની ટીમે 4 કિલો કોકેઇન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઈમિગ્રેશન વિભાગમાંથી પકડાયેલા આરોપી ટેરીક પીલ્લાઈ પાસેથી કોકેઈનનો આ જથ્થો મળી આવ્યો છે. આરોપી ટેરીક પિલ્લાઈ દિલ્હીથી આવતો હતો ત્યારે પકડાયો છે. પિલ્લાઈ વિરૂદ્ધ 70 મુજબની નોટિસ પણ જાહેર કરાઈ હતી. પકડાયેલ મુદામાલની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ છે.

આ તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બારેજા ગામથી જેતલપુર ગામ તરફના હાઈવે પરથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 7 લાખની કિંમતના 70 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે શાહઆલમના મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ પઠાણ અને મુંબઈના યાકુબ પલસારાને ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ મુંબઈના મુસ્તાક નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું. યાકુબ પલસારા નામના આરોપી મુંબઈના મુસ્તાક પાસેથી આ જથ્થો લઈને ડિલિવરી આપવા માટે હોન્ડા સિટી કાર લઇને અમદાવાદ આવ્યો હતો. જોકે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ડિલિવરી દરમિયાન બંને આરોપીઓને ઝડપી લીધા છે.