અમદાવાદ: જમીન દલાલનું અપહરણ કરી માર મારી 5 લાખ માંગતા ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને મકાનનું લે વેચ કરતા યુવકને ફાર્મ હાઉસમાં માર મારી અપહરણ કરવામાં આવ્યું હતું. અડાલજ નર્મદા કેનાલ પાસે યુવકને છોડી પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સાબરમતી પોલીસે મારામારી, રાયોટિંગ અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અટલ સમાચાર આપના
 
અમદાવાદ: જમીન દલાલનું અપહરણ કરી માર મારી 5 લાખ માંગતા ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને મકાનનું લે વેચ કરતા યુવકને ફાર્મ હાઉસમાં માર મારી અપહરણ કરવામાં આવ્યું હતું. અડાલજ નર્મદા કેનાલ પાસે યુવકને છોડી પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સાબરમતી પોલીસે મારામારી, રાયોટિંગ અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના ત્રાગડ રોડ પર ધરતીનગર ફ્લેટમાં રહેતા અને મકાનના લે વેચની દલાલી કરતા વિક્કી પરિહારની ધરતી બંગલોઝમાં રહેતા ઉજાસ પટેલ સાથે મુલાકાત થઈ હતી. ઉજાસનું વૈષ્ણોદેવી અંડરબ્રિજ પાસે ફાર્મહાઉસ છે જ્યાં વિક્કી બેસવા જતો હતો. વિકકીને ત્યાં જયપાલસિંહ બિહોલા સાથે મુલાકાત થઈ હતી. 14 જૂનના રોજ સાંજે જયપાલસિંહે વિક્કીને ફાર્મહાઉસ પર આવવાનું કહેતા ત્યાં પહોંચ્યો હતો. થોડીવાર બાદ ત્યાં હાજર સોનુસિંહ શેખાવતે 5 લાખ રૂપિયા વિક્કી પાસે માંગ્યા હતાં. વિક્કીએ આપણે પૈસાનો કોઈ વ્યવહાર નથી તેવું કહેતા સોનુસિંહે ઉશ્કેરાઈ માર માર્યો હતો. તેની સાથેના અન્ય લોકોએ પણ માર માર્યો હતો.

બાદમાં ગાડીમાં બેસાડી અને અડાલજ કેનાલ તરફ લઈ ગયા હતા જ્યાં વિક્કી ઉતારી અને જો પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતાં રહ્યાં હતાં. આખરે વિકકીએ સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે મારામારી, રાયોટિગ અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.