અમદાવાદઃ કોરોના વાયરસ અંગે અનેક સ્થાનો પર ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ

અટલ સમાચાર, વિરમગામ કોરોના વાયરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને કલેક્ટર અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદની સુચના મુજબ અમદાવાદ જીલ્લાની ગ્રામ્ય વિસ્તારના સહિતના સરકારી બિલ્ડીંગોમાં એક સાથે ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નોવેલ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયો હાથ ધોવાની રીત સમજાવવામાં આવી હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
અમદાવાદઃ કોરોના વાયરસ અંગે અનેક સ્થાનો પર ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ

અટલ સમાચાર, વિરમગામ

કોરોના વાયરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને કલેક્ટર અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદની સુચના મુજબ અમદાવાદ જીલ્લાની ગ્રામ્ય વિસ્તારના સહિતના સરકારી બિલ્ડીંગોમાં એક સાથે ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નોવેલ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયો હાથ ધોવાની રીત સમજાવવામાં આવી હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતીષ મકવાણા તથા જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટ, સોલા સિવીલ હોસ્પિટલ, અસારવા સિવીલ હોસ્પિટલ, આઇ હોસ્પિટલ, મીરઝાપુર કોર્ટ, ભદ્ર કોર્ટ, ગાંધી આશ્રમ, કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત કચેરી, ગીતા મંદિર બસ સ્ટેન્ડ, રાણીપ બસ સ્ટેન્ડ અનેવિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા , ધોળકા, ધંધુકા કોર્ટમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદઃ કોરોના વાયરસ અંગે અનેક સ્થાનો પર ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ

ઉલ્લેખનિય છે કે, નોવેલ કોરોના વાયરસે વાઇરસથી થતો એક પ્રકારનો રોગ છે. તે પ્રાણીઓથી માણસને અને માણસથી માણસને ફેલાતો રોગ છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો કોઈ વ્યક્તિએ અસરગ્રસ્ત દેશની મુલાકાત લીધી હોય તાત્કાલિક નજીકમાં આવેલા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવાના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.