અમદાવાદઃ સરકારનો આદેશ છતાં આ સ્કૂલ આજે ચાલુ રહી

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત સરકારે રવિવારે આદેશ આપીને સોમવારથી રાજ્યની તમામ સ્કૂલ-કૉલેજો તેમજ સીનેમાઘરોને બંધ રાખવાનો આદેશ કર્યો છે. જોકે, આ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ ચાલુ રાખવાનું જણાવાયું હતું. સોમવારે આ મામલે રિયાલિટી ચેક કરવામાં આવતા અમદાવાદ શહેરમાં નિકોલ વિસ્તારમાં આવેલી સ્કૂલ ચાલુ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે વિદ્યાર્થીઓને
 
અમદાવાદઃ સરકારનો આદેશ છતાં આ સ્કૂલ આજે ચાલુ રહી

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકારે રવિવારે આદેશ આપીને સોમવારથી રાજ્યની તમામ સ્કૂલ-કૉલેજો તેમજ સીનેમાઘરોને બંધ રાખવાનો આદેશ કર્યો છે. જોકે, આ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ ચાલુ રાખવાનું જણાવાયું હતું. સોમવારે આ મામલે રિયાલિટી ચેક કરવામાં આવતા અમદાવાદ શહેરમાં નિકોલ વિસ્તારમાં આવેલી સ્કૂલ ચાલુ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે વિદ્યાર્થીઓને જાણ કરવામાં ન આવી હોવાથી કેટલિક સ્કૂલ-કૉલેજોમાં સવારથી જ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. સ્કૂલે પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય 29મી માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મધરલેન્ડ સ્કૂલ સરકારના આદેશ છતાં ચાલુ હોવાની માહિતી મળી છે. સોમવારે સવારે નવ વાગ્યે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સ્કૂલ ચાલુ હતી. આ રીતે સ્કૂલ તરફથી સરકારના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. નવાઇની વાત એ છે જે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હતુ તેના નોટિસ બોર્ડ પર સરકારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે સ્કૂલ બે અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવશે તેવો સંદેશ લખવામાં આવ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્કૂલમાં આવી પહોંચેલા વાલીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, સરકારનો પરિપત્ર સ્કૂલને સવારે મળ્યો છે. આથી સ્કૂલ બંધ રાખવા અંગે હવે કોઈ નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ ખાતે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાઇકલો પડી હતી. એવી માહિતી મળી છે કે સ્કૂલ સવાર અને બપોર એમ બે પાળીમાં ચાલે છે.