અમદાવાદ: એએમસી કોરોનાના આંકડા છુપાવી ગોલમાલ થયાની ચર્ચા

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘરખમ ઘટાડો થવાના દાવા વચ્ચે એએમસીના કોરોના આંકડા અલગ વાત રજુ કરી રહ્યા છે. એએમસી અને રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા યાદીમાં કોરોના કેસ 130 થી 170 વચ્ચે રહે છે. પરંતુ એએમસીની મેગા ડ્રાઇવમાં માત્ર એક એક વોર્ડમાં 100 થી વધુ કેસ બહાર આવ્યા હોવાના આંકડા બહાર
 
અમદાવાદ: એએમસી કોરોનાના આંકડા છુપાવી ગોલમાલ થયાની ચર્ચા

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘરખમ ઘટાડો થવાના દાવા વચ્ચે એએમસીના કોરોના આંકડા અલગ વાત રજુ કરી રહ્યા છે. એએમસી અને રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા યાદીમાં કોરોના કેસ 130 થી 170 વચ્ચે રહે છે. પરંતુ એએમસીની મેગા ડ્રાઇવમાં માત્ર એક એક વોર્ડમાં 100 થી વધુ કેસ બહાર આવ્યા હોવાના આંકડા બહાર આવ્યા છે. એએમસી તંત્ર આંકડા છુપાવી ગોલમાલ કરતી હોવાની ચર્ચા ચાલી છે.

અમદાવાદ શહેરના કોરોના દર્દીઓના મૃત્યુના આંકડાની માયાજાળ બાદ હવે કોરોના પોઝિટીવ કેસના આંકડાઓ ગોલમાલ થતી હોવાની ચર્ચા ચાલી રહી છે. એએમસી તંત્રએ વોર્ડ દીઠ મેગા ડ્રાઇવ શરુ કરી છે. 100 ટીમો ઉતારી શહેરમાં મેગા ડ્રાઇવ કરાઇ છે . જેમ એક વોર્ડ દીઠ ૫ હજારથી લઇ 10 હજાર ટેસ્ટિંગ કરવાનો લક્ષ્યાંક અપાયો છે. જેમાં ઘણા પોઝિટીવ કેસ બહાર આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓગણજ ખાતે 83 ટીમ દ્વારા 7158 8 એન્ટીજન ટેસ્ટિંગમાં 150 કોરોના પોઝિટીવ , ચાંદલોડીયા 4983 ટેસ્ટિંગ 112 કોરોના પોઝિટીવ, બોડકદેવમાં 7282 ટેસ્ટિંગ 107 કોરોના પોઝિટીવ અને આંબલી વિસ્તારમાં 4947 ટેસ્ટિંગમાં 83 કોરોના પોઝિટીવ આવ્યા છે. જો આ આંકડાઓ સરવાળો કરીએ તો પણ 500 થી 700 કોરોના પોઝિટિવ કેસ થાય છે. પરંતુ રાજ્ય સરકાર અને એએમસી છેલ્લા એક સપ્તાહની પ્રેસ આંકડા પર નજર કરીએ તો માત્ર 130થી 170 કેસ નોધાયા છે. તો આ આંકડાઓ આટલો બધો તફાવત કેમ છે.