અમદાવાદઃ લગ્ન પહેલા જ દહેજની માંગણી, સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક સામાન્ય રીતે એવા બનાવ સામે આવે છે જેમાં લગ્ન બાદ સાસરિયાઓ વહુ પાસે એના પિયરમાંથી દહેજ લાવવા દબાણ કરે છે. અને માનસિક શારીરિક ત્રાસ આપે છે. પણ અમદાવાદના રામોલમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સાસરિયાઓએ લગ્ન પહેલાં જ યુવતીના પરિવાર પાસેથી દહેજ માંગી ત્રાસ આપી ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું. વસ્ત્રાલમાં
 
અમદાવાદઃ લગ્ન પહેલા જ દહેજની માંગણી, સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક

સામાન્ય રીતે એવા બનાવ સામે આવે છે જેમાં લગ્ન બાદ સાસરિયાઓ વહુ પાસે એના પિયરમાંથી દહેજ લાવવા દબાણ કરે છે. અને માનસિક શારીરિક ત્રાસ આપે છે. પણ અમદાવાદના રામોલમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સાસરિયાઓએ લગ્ન પહેલાં જ યુવતીના પરિવાર પાસેથી દહેજ માંગી ત્રાસ આપી ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું.

વસ્ત્રાલમાં રહેતી 24 વર્ષીય યુવતી ચાંગોદર ખાતે ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. પાંચ વર્ષ અગાઉ આ યુવતીની કૃષ્ણનગર ના એક યુવક સાથે સગાઈ થઈ હતી. સગાઈ થયા બાદ પરિવાર અને મંગેતર સાથે યુવતી મંદિર તથા ફરવા જતી હતી. અને ફોનમાં વાતો પણ કરતી હતી. સગાઇના એક વર્ષ બાદથી જ મંગેતરે એના હાથ યુવતી સમક્ષ ફેલાવ્યા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મંગેતરે યુવતીને કહ્યું કે તે તેના પિતા પાસેથી આઇફોન લાવીને આપે. પણ યુવતીના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે મનાઈ કરી હતી. બાદમાં યુવકના માતા પિતા સહિતના લોકો યુવતીના ઘરે ગયા હતા. પોતાના દીકરાને ફોન, દાગીના અને ગાડીઓ આપવી જ પડશે તેવી માંગણીઓ કરી હતી. જોકે યુવતીના પરિવારની શક્તિ ન હોવાથી મનાઈ કરી હતી.

બાદમાં યુવક તેના મિત્રો અને પરિવારજનોએ આ માંગણીઓ શરૂ રાખી હતી. દોઢ વર્ષથી આ માંગણીઓ ન સ્વીકારતા સાસરિયાઓએ સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. યુવતીના સાસરિયાઓએ ધમકી આપી કે યુવતી અને તેના ભાઈના સમાજમાં કેવી રીતે બીજે લગ્ન કરે છે તે જોઈ લેશે. આખરે યુવતી અને પરિવારથી આ વાતો અને ત્રાસ સહન ન થતા યુવતીએ છ લોકો સામે રામોલ પોલીસસ્ટેશનમાં આઇપીસી 506(1),114 અને દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.