અમદાવાદઃ STમા મુસાફરી કરીને આવતા તમામને કોરોનાનો ટેસ્ટ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોનાનો ચેપ અટકાવવા માટે નવો જ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. એટલું જ નહીં તેનો અમલ પણ કરી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે અમદાવાદમાંથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં મુસાફરી કરતા મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલે કે મુસાફરી કરીને અમદાવાદ આવતા તમામનો ટેસ્ટ શરૂ થયો છે, જેનાથી
 
અમદાવાદઃ STમા મુસાફરી કરીને આવતા તમામને કોરોનાનો ટેસ્ટ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોનાનો ચેપ અટકાવવા માટે નવો જ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. એટલું જ નહીં તેનો અમલ પણ કરી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે અમદાવાદમાંથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં મુસાફરી કરતા મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલે કે મુસાફરી કરીને અમદાવાદ આવતા તમામનો ટેસ્ટ શરૂ થયો છે, જેનાથી કોઈ બહારનો વ્યક્તિ કોરોના લઇને શહેરમાં ન પ્રવેશે. જે રીતે અમદાવાદમાં સામેથી તંત્ર કોરોનાના દર્દીઓ પાસે પહોંચી રહ્યું હતું તેવી જ રીતે હવે સામેથી જ કોરોનાના કેસ શોધવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એસટી બસ સ્ટોપ પર મુસાફરી કરતા તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. શહેરના રાણીપ અને કૃષ્ણનગર એસટી સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન જો કોઈ મુસાફર કોરોના સંક્રમિત મળી આવશે તો તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવશે. જેના કોરોનાના લક્ષણો વધારે હશે તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવશે. જેમને ઓછા લક્ષણો અથવા લક્ષણો નહીં હોય તેવા મુસાફરોને સમરસ હોસ્ટેસ ખાતે ખસેડામાં આવશે અને ત્યાં તેમની સારવાર કરવામાં આવશે.

અમદાવાદઃ STમા મુસાફરી કરીને આવતા તમામને કોરોનાનો ટેસ્ટ કરાશે
file photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બહારના કોરોના પોઝિટિવ દર્દીઓ શહેરમાં ન પ્રવેશે તે માટે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર પહેલાથી જ મેડિકલ ટીમ ગોઠવી દેવામાં આવી છે. આ મેડિકલ ટીમ ખાસ કરીને સુરતથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ કર્યા બાદ જ તેમને શહેરમાં પ્રવેશ આપે છે. આ ઉપરાંત જો કોઈ મુસાફર કોરોના પોઝિટિવ મળી આવે તો તેમને સુરત પરત મોકલવામાં આવે છે. આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે સુરત અને અમદાવાદ વચ્ચે એસટી બસોનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવી છે.