અમદાવાદ: પૂર્વ પ્રેમીએ તસવીરો વાયરલ કરી, પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ તેના ભૂતપુર્વ પ્રેમીસામે ફરિયાદ નોંધાવી છે. આ પ્રેમી અન્ય કોઇ નહિ પણ તેની જ બહેનનો દિયર હોવાનું સામે આવ્યું છે. યુવતીને પહેલા તેની સાથે પ્રેમસંબંધ હતો પણ બાદમાં તેના બીજે લગ્ન થઇ જતાં તેણે આ પ્રેમ સંબંધ પૂર્ણ કરી દીધો હતો. જે વાત પ્રેમી યુવકને ન ગમતા તેણે
 
અમદાવાદ: પૂર્વ પ્રેમીએ તસવીરો વાયરલ કરી, પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ તેના ભૂતપુર્વ પ્રેમીસામે ફરિયાદ નોંધાવી છે. આ પ્રેમી અન્ય કોઇ નહિ પણ તેની જ બહેનનો દિયર હોવાનું સામે આવ્યું છે. યુવતીને પહેલા તેની સાથે પ્રેમસંબંધ હતો પણ બાદમાં તેના બીજે લગ્ન થઇ જતાં તેણે આ પ્રેમ સંબંધ પૂર્ણ કરી દીધો હતો. જે વાત પ્રેમી યુવકને ન ગમતા તેણે પ્રેમ સંબંધના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કરી દીધા હતા. જેથી પરિણીતાના પતિને પણ આ વાતની જાણ થઇ અને પરિણીતાને મનમાં લાગી આવતા તેણે પિયરમાં જઇને એસિડના બે ઘૂટડા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના અમરાઇવાડીમાં રહેતી 21 વર્ષીય યુવતીના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. તાજેતરમાં તે તેના સાસરે રહેતી હતી. ત્યારે એક દિવસ તેનો પતિ ઘરે આવ્યો હતો. પતિએ તેના મોબાઇલ ફોનમાં તેના મિત્રએ મોકલેલા સ્ક્રીન શોટ બતાવ્યા હતા. આ સ્ક્રીન શોટ અન્ય કોઇ નહિ પણ આ યુવતીના તેના પ્રેમી સાથેના ફોટોના સ્ક્રીન શોટ હતા. જે યુવતીના પ્રેમીએ ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. જેથી આ પરિણીતાએ તેના પતિને જણાવ્યું કે તેને તેની બહેનના દિયર આશિક સાથે પ્રેમ સંબંધ હતો અને તે બે વર્ષ પહેલા પૂર્ણ કરી દીધો હતો. બાદમાં પિયરમાંથી પરિણીતાએ તેના ભાઇ ભાભીને બોલાવ્યા હતા. બંને પરિવાર વચ્ચે આ વાતને લઇને ચર્ચાઓ પણ ચાલી હતી.

આ દરમ્યાન પરિણીતા તેના કૃષ્ણનગર ખાતેના પિયરમાં ગઇ હતી. જ્યાં તેણે એસિડને બે ઘૂંટડા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારને જાણ થતાં તેને એલજી હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ આ પરિણીતાને સારવાર પણ ચાલુ છે. આ અંગે પોલીસને જાણ કરતા કાગડાપીઠ પોલીસે આ પરિણીતાની ફરિયાદ ભૂતપુર્વ પ્રેમી સામે નોંધી તપાસ હાથ ધરી છે.