અમદાવાદ: કોરોના સામે જંગ લડતાં ભરતસિંહ સોલંકી ચહેરો પણ બદલાઇ ગયો

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી કોરોનાની સારવાર બાદ પરત ફર્યા છે પરંતુ તેમનો ચહેરો અને શરીર ઓગળી ગયું છે. લોકો ઓળખી પણ ન શકે તેવી હાલત થઇ છે, જો કે તેઓ મોતના મુખમાંથી બચ્યાં છે અને કોરોના સામે ભયાનક જંગ લડી છે. ભરતસિંહ સોલંકી 55 દિવસથી કોરોના સામે જંગ લડતા રહ્યાં છે.
 
અમદાવાદ: કોરોના સામે જંગ લડતાં ભરતસિંહ સોલંકી ચહેરો પણ બદલાઇ ગયો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી કોરોનાની સારવાર બાદ પરત ફર્યા છે પરંતુ તેમનો ચહેરો અને શરીર ઓગળી ગયું છે. લોકો ઓળખી પણ ન શકે તેવી હાલત થઇ છે, જો કે તેઓ મોતના મુખમાંથી બચ્યાં છે અને કોરોના સામે ભયાનક જંગ લડી છે. ભરતસિંહ સોલંકી 55 દિવસથી કોરોના સામે જંગ લડતા રહ્યાં છે. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યા પછી સોશ્યલ મિડીયા પર વહેતી થયેલી તેમની તસવીર જોતાં એવું લાગે કે આ ભરતસિંહ સોલંકી છે જ નહીં. ચહેરો બદલાઇ ગયો છે. તેમનું શરીર એટલી હદે ઉતરી ગયું છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીની પહેલાની તસવીર અને હાલની તસવીરમાં મોટું અંતર જોવા મળે છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે ઓપરેશન કરાવ્યા પછી તેમનું શરીર જે રીતે ઉતરી ગયું હતું તેવી જ રીતે કોરોનાની સારવાર પછી ભરતસિંહ સોલંકીનું શરીર ઉતરી ગયું છે. ગઇ 23મી જૂને ભરતસિંહે ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓ સૌથી વધુ સમય 55 દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં રહ્યાં હતા. એક સમયે તેમની તબિયત ક્રિટીકલ બની ગઇ હતી પરંતુ દુઆઓના કારણે તેઓ ઉગરી ગયા છે. તેમને નવજીવન મળ્યું છે. ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ તો નેગેટીવ આવ્યો છે પરંતુ શરીરમાં કેટલાક કોમ્પ્લિકેશન હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. ભરતસિંહની મૂછો હતી પરંતુ હવે તેમની મૂછો નથી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભરતસિંહને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી સમયે તેમને કોરોના પોઝિટીવ આવ્યો હતો. ડોક્ટરોએ ભારે મહેનત પછી તેમનો જીવ બચાવ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. વધુ તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ એઇમ્સ અને મુંબઇની લીલાવતી હોસ્પિટલના નિષ્ણાંતોની સલાહ પણ લીધી હતી. હાલ તેમની તબિયત સુધારા પર છે.