અમદાવાદ: સ્વદેશી ફાયર રોબોટ ‘શેષનાગ’ની, જાણો વિશેષતાઓ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ ફાયરબ્રિગેડ સર્વિસ દ્વારા રૂા. 1 કરોડની કિંમતનું ફાયર રોબોટથી સજ્જ “શેષનાગ” વ્હીકલ વિકસિત કરવામાં આવ્યું છે. જે ગરમીના ઉંચા તાપમાને પણ આગની નજીક જઈને આગને ઓલવી શકવા માટે સક્ષમ છે. આ રીતે અમદાવાદની આગ માટે વપરાતા ”વિકરાળ” એવા શબ્દો ભૂતકાળ બની જશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ
 
અમદાવાદ: સ્વદેશી ફાયર રોબોટ ‘શેષનાગ’ની, જાણો વિશેષતાઓ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ ફાયરબ્રિગેડ સર્વિસ દ્વારા રૂા. 1 કરોડની કિંમતનું ફાયર રોબોટથી સજ્જ “શેષનાગ” વ્હીકલ વિકસિત કરવામાં આવ્યું છે. જે ગરમીના ઉંચા તાપમાને પણ આગની નજીક જઈને આગને ઓલવી શકવા માટે સક્ષમ છે. આ રીતે અમદાવાદની આગ માટે વપરાતા ”વિકરાળ” એવા શબ્દો ભૂતકાળ બની જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગેની વિગતો આપતા ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેન્શન સર્વિસિસના ડાયરેકટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું કે, અમદાવાદમાં અને ખાસ કરીને આસપાસની ફેક્ટરીઓમાં જ્યારે મોટી આગની ઘટના બને છે ત્યારે આવી આગના કારણે આસપાસનું વાતાવરણ અને આગ લાગવાના સ્થળે ખૂબ ઊંચું તાપમાન હોય છે. તેથી આગને ઓલવવાનું કામ ઘણું મુશ્કેલ બની જાય છે. દા.ત. તાજેતરમાં સાણંદની યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં ગરમીનું પ્રમાણ 700 ડિગ્રી જેટલું ઉંચુ હતું. આવા સંજોગોમાં માણસનું શરીર આ ગરમીને સહન કરી શકે નહીં. તેથી ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા પણ દૂરથી જ આગ ઓલવવાની કામગીરી કરવી પડે છે.

અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દસ્તુર દ્વારા કંઈક નવીન કરવાના વિચાર સાથે આ માટેના વ્હીકલ “શેષનાગ” ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. અમદાવાદની ‘વાડિયા બોડી બિલ્ડર કંપની’ દ્વારા આ માટેનું સમગ્ર વ્હીકલ તૈયાર કરવામાં આવેલું છે. ચાંગોદરની ‘સ્વદેશી કંપની’ દ્વારા ફાયર રોબોટને તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ વ્હીકલ પર ફાયર રોબોટને માઉન્ટેડ કરવામાં આવ્યો છે. આમ, આ સંપૂર્ણ પ્રોજેક્ટ ‘સ્વદેશી’ ધોરણે બનાવવામાં આવ્યો છે.

આ રોબોટની વિશેષતાઓ વિશે અધિકારી દસ્તુરે જણાવ્યું કે રૂા. 1 કરોડની કિંમતનો આ રોબોટ 700 ડિગ્રી કે તેનાથી પણ ઉંચા તાપમાને આગની સાવ નજીક જઈને પ્રતિ મિનિટે 300 લિટર પાણીનો મારો ચલાવવા માટે સક્ષમ છે. આ પાણીનો મારો તે 100 કિલો પ્રેશર એટલે કે 1450 પાઉન્ડ પ્રેશર (100 બાર પ્રેશર)થી કરી શકે છે. આ ફાયર રોબોટમાં એક સાથે પાણીની પાંચ લાઈનો પણ જોડી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેની સાથે 500 મીટરની હોઝ પાઇપ જોડી શકાય છે.

તાજેતરમાં સાણંદ સાથે યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં આ ફાયર રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાણીનો દૂરથી મારો કરવાની તાકાત સાથે તે પોતાના પર પણ પાણીનો છંટકાવ કરતો રહે છે. તેથી તે ઉંચા તાપમાને પણ પાંચ મિટરના અંતરે જઇને પોતાને ઠંડુ રાખી પાણીનો છંટકાવ કરી આગ ઓલવવામાં સમર્થ છે.

આ રોબોટમાં પ્રતિ મીનિટ 75 લીટર પાણી છંટકાવની ક્ષમતા ધરાવતાં ચાર હોઝ પાઇપ જોડી શકાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે. આ રોબોટની બેટરી દીર્ઘ સમય સુધી ચાલે તેવી છે. ઉદાહરણ તરીકે યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં ફાયર રોબોટ દ્વારા સાત કલાક કાર્ય કરવામાં આવ્યું હતું છતાં, તેની બેટરીનો માત્ર 30 ટકા જ વપરાશ થયો હતો. આ ફાયર રોબોટનો આગમાં લાંબા સમય સુધી વપરાશ કરી શકાય તે પ્રકારે બનાવવામાં આવ્યો છે.