અમદાવાદઃ પૈસાની લેતી દેતી મામલે વિદ્યાર્થીને મિત્રોએ ચપ્પાનાં ઘા માર્યા

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા પંચદેવ મંદિર પાસે બે વિદ્યાર્થી ઉપર પૈસાની લેતી-દેતી બાબતે તેમના જ ત્રણ મિત્રોએ ચપ્પા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદ ઓઢવ વિસ્તારમાં આવેલ શીતલછાયા સોસાયટીમાં રહેતાં અને વસ્ત્રાલમાં આવેલ મહાદેવનગરની જ્ઞાનોદય વિદ્યાલયનાં ધોરણ-12માં અભ્યાસ કરતાં આકાશ ઉપાધ્યાયે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ત્રણ મિત્રો વિરુદ્ધમાં
 
અમદાવાદઃ પૈસાની લેતી દેતી મામલે વિદ્યાર્થીને મિત્રોએ ચપ્પાનાં ઘા માર્યા

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા પંચદેવ મંદિર પાસે બે વિદ્યાર્થી ઉપર પૈસાની લેતી-દેતી બાબતે તેમના જ ત્રણ મિત્રોએ ચપ્પા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદ ઓઢવ વિસ્તારમાં આવેલ શીતલછાયા સોસાયટીમાં રહેતાં અને વસ્ત્રાલમાં આવેલ મહાદેવનગરની જ્ઞાનોદય વિદ્યાલયનાં ધોરણ-12માં અભ્યાસ કરતાં આકાશ ઉપાધ્યાયે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ત્રણ મિત્રો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે.

આકાશ અને તેના મિત્ર વિકાસ અને અતુલ બાઈક પર જતાં હતાં. ત્યારે ત્રણેય યુવકો પૈકી અતુલ પાસે આવીને કહેવાં લાગ્યાં કે તારી પાસેથી ત્રણ હજાર રૂપિયાં લીધા તે પાછાં નહીં મળે. અતુલે તારા પૈસા આપવાં પડશે તેમ કહેતાં રાહુલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અતુલ પર એકાએક હુમલો કરી દીધો હતો.

આકાશ અને શિવમ અતુલને છોડાવવા જતાં રાહુલે બંનેને પીઠ અને શરીર પર ચપ્પાનાં ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ શિવમનાં એક્ટિવાની તોડફોડ કરીને ધમકી આપતાં કહ્યુ હતું કે, હવે પછી જો પૈસા માગ્યા તો જાનથી મારી નાખીશ. ધમકી આપીને રાહુલ અને તેનાં બે મિત્રો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત આકાશ અને શિવમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પોલીસે રાહુલ તથા બે મિત્રો શિવમ અને અમના વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.