અમદાવાદ: મિત્રની વિધવા માતા સાથે સંબંધો રાખવા મામલે હિચકારો હુમલો

અટલ સમાચાર,ડેસ્ક પારસનગરમાં આવેલા એક ફ્લેટમાં રહેતાં ૩૫ વર્ષીય યુવકને તેમના મિત્ર માતા સાથે પ્રેમસબંધ બાંધ્યો અને જોત જોતામાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા, ત્યારબાદ આ વાતની જાણ વિધવા માતાના દીકરાને થતાં પુત્રએ ધારિયા વડે યુવક પર હુમલો કર્યો હતો. પોલીસે જયસુખની ફરિયાદના આધારે દીપક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. અમદાવાદના ધાટલોડિયા
 
અમદાવાદ: મિત્રની વિધવા માતા સાથે સંબંધો રાખવા મામલે હિચકારો હુમલો

અટલ સમાચાર,ડેસ્ક

પારસનગરમાં આવેલા એક ફ્લેટમાં રહેતાં ૩૫ વર્ષીય યુવકને તેમના મિત્ર માતા સાથે પ્રેમસબંધ બાંધ્યો અને જોત જોતામાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા, ત્યારબાદ આ વાતની જાણ વિધવા માતાના દીકરાને થતાં પુત્રએ ધારિયા વડે યુવક પર હુમલો કર્યો હતો. પોલીસે જયસુખની ફરિયાદના આધારે દીપક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ધાટલોડિયા વિસ્તારમાં આવેલા પારસનગરમાં મિત્રની વિધવા માતા સાથે પ્રેમસંબધ રાખવાનો ભાંડો ફુટતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. માતા સાથે પ્રેમ સંબંધ રાખનાર મિત્ર અને તેના ભાઇ પર પુત્રએ ધારિયા વડે હુમલો કર્યો હતો. જેમાં એકને ઇજાગ્રસ્ત થયો છે. મિત્ર ઘરે આવતો હતો ત્યારે માતા સાથે પ્રેમ થઇ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પારસનગર આવેલા એક ફ્લેટમાં રહેતા ૩૫ વર્ષીય તેના મિત્ર દીપક વિરુદ્ધમાં મારામારીની ફરિયાદ કરી છે. જયદીપ અને દીપક ઘણાં વર્ષોથી મિત્ર છે અને બંને જણા એક બીજાના ઘરે અવરજવર પણ કરે છે. દીપકના પિતાનું ચાર વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ જયસુખનું તેના ઘરમાં આવવા જવાનું વધી ગયું હતું.

જોતજોતામાં જયસુખ અને દીપકની માતા વચ્ચે પ્રેમ સંબંધ થઇ ગયો હતો. બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં. જેની જાણ દીપકને થતાં તેણે જયસુખને મળવા માટે બોલાવ્યો હતો. જયસુખ અને તેનો ભાઇ પાર્થ બંને જણા દીપકને મળવા આવ્યા હતા. જ્યાં તેમને મારવાનું શરૂ કરી દીધું હતું. દીપકે જયસુખ અને પારસ પર ધારિયુ હુલાવી દીધું હતું. જેમાં પાર્થ ના માથા પર વાગી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જયસુખની ફરિયાદના આધારે દીપક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.