અમદાવાદ: પત્નીએ ચા મોડી બનાવી તો પતિએ ઢોર માર માર્યો, અંતે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક ઘરમાં રોજ નાના મોટા ઝઘડાઓતો થતા જ હોય છે પણ આ મામલો પોલીસે પહોંચી ગયો છે. પતિ આવેશમાં આવી જતો હોવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે. અમદાવાદના બાપુનગરમાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને ચોંકી જશો. પતિએ ચા મૂકવાનું કહેતા પત્નીએ થોડી વાર રહીને બનાવવાનું કહ્યું હતું. અંતે
 
અમદાવાદ: પત્નીએ ચા મોડી બનાવી તો પતિએ ઢોર માર માર્યો, અંતે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક

ઘરમાં રોજ નાના મોટા ઝઘડાઓતો થતા જ હોય છે પણ આ મામલો પોલીસે પહોંચી ગયો છે. પતિ આવેશમાં આવી જતો હોવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે. અમદાવાદના બાપુનગરમાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને ચોંકી જશો. પતિએ ચા મૂકવાનું કહેતા પત્નીએ થોડી વાર રહીને બનાવવાનું કહ્યું હતું. અંતે ચા બનાવતા મોડું થતા પતિએ પત્નીને ફટકારી હતી અને આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના બાપુનગરની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા નિતા ધામેચા, પતિ અને બાળકો સાથે રહીને દરજી કામ કરે છે. તેમનો આક્ષેપ છે કે તેમનો પતિ વિજય ધામેચા દારૂ પીને સતત હેરાન કરી ઝગડા કરતો હતો. બે દિવસ પહેલા વિજયે સવારે 10 વાગ્યે નિતાને ચા મૂકવાનું કહ્યું હતું. નિતાએ કામ પતાવીને આપું એમ કહીને બાદમાં ચા મૂકી હતી. પણ ચા બનાવવામાં સમય લાગતા વિજય આવેશમાં આવી ગયો હતો અને ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, નીતાએ ગાળો બોલવાની ના પાડતા તેને માર માર માર્યો હતો. નિતાએ તેના પિયરમાં જાણ કરતા પતિ વિજય આવેશમાં આવી ગયો અને વધુ માર મારવા લાગ્યો હતો. નિતાથી આ સહન ન થતાં તે બાપુનગર તેમના પિયર જતી રહી હતી. પિયરમાં ગયા બાદ દુખાવો થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં પોલીસને જાણ કરતા બાપુનગર પોલીસે આ મામલે વિજય સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.