ફફડાટ@અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 14 લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. 606 લોકો કોરનાને કારણે પોતાનો જીવ ખોઈ બેઠા છે જ્યારે અમદાવાદમાં 479 લોકોના એકલા અમદાવાદમાં જ કોરોનાથી મોત થયા છે. મધ્યઝોન કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત છે સૌથી વધુ મોત અને સંક્રમણ અમદાવાદના મધ્યઝોનમાં જ છે. અમદાવાદમાં કોરનાના કેસ ઓછા નથી થઈ રહ્યા. ઓછા ટેસ્ટની સામે
 
ફફડાટ@અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 14 લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. 606 લોકો કોરનાને કારણે પોતાનો જીવ ખોઈ બેઠા છે જ્યારે અમદાવાદમાં 479 લોકોના એકલા અમદાવાદમાં જ કોરોનાથી મોત થયા છે. મધ્યઝોન કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત છે સૌથી વધુ મોત અને સંક્રમણ અમદાવાદના મધ્યઝોનમાં જ છે. અમદાવાદમાં કોરનાના કેસ ઓછા નથી થઈ રહ્યા. ઓછા ટેસ્ટની સામે પણ અમદાવાદમાં પોઝિટિવ કેસ એટલા ને એટલા જ આવી રહ્યા છે. ત્યારે શું તંત્ર દ્વારા કોરોનાના આંકને છુપાવવાનો કે ઘટાડવાનો પ્રયાસ થાય છે? એવા સહજ સવાલો ઉઠી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં મૃત્યુઆંક અને ઓછા ટેસ્ટ છતાં કોરોના પોઝિટિવનો આંક ઓછો નથી થઈ રહ્યો. ગઈકાલથી અમદાવાદમાં દૂધ-દવા સિવાય, કરિયાણું અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખોલવાની પણ છૂટ આપી દેવામાં આવી છે ત્યારે શું અમદાવાદની બેકાબૂ સ્થિતિ તંત્ર રોકી શકશે? એ સહજ પ્રશ્ન થાય છે. ગુજરાતમાં ગઈકાલે 340 કેસ નોંધાયા છે અને 20 લોકોના મોત થયા છે. જેમાંથી 261 એકલા અમદાવાદમાં નોધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા 9932 પર પહોંચી છે જેમાંથી 43 લોકો વેન્ટીલેટર ઉપર છે જ્યારે 5248 લોકો સ્ટેબલ છે. 4035 લોકોને રજા આપી દેવામાં આવી છે. 606 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામેલા લોકોની યાદી

નામ ઉંમર-જાતિ સરનામું
ફિરોઝખાન પઠાણ 50-પુરૂષ મ્યુનિ. ક્વાટર્સ, જમાલપુર
રસીકલાલ મોદી 76-પુરૂષ ભાવના ટેના., વાસણા
રાજુબેન જાની 62-સ્ત્રી રાજીવ ગાંધી ભવન, સૈજપુર
પ્રતાપભાઇ પટણી 65-પુરૂષ કસ્તુરબાની ચાલી, રખીયાલ
ગૌતમ હનડિયા 64-પુરૂષ મહાવિર સદન, સ્ટેડિયમ
મધુબેન ઝાલા 70-પુરૂષ મજુરગાંવ, ગીતામંદિર
ગુલામઝફર શેખ 42-પુરૂષ ચંગીઝ પોળ, દરિયાપુર
નિરવ ચૌહાણ 29-પુરૂષ પાર્શ્વનાથ, નવા નરોડા
વાસુદેવ દક્ષણી 70-પુરૂષ મહાત્મા કોલોની, બહેરામપુરા
પુરૂષોત્તમભાઇ જોશી 60-પુરૂષ રાવલ શેરી, રાયપુર
રંજનબેન નાગર 60-સ્ત્રી હાથીખાના, કાળુપુર
જેસીંગભાઇ જેસઇ 65-પુરૂષ કસાઇની ચાલી, ખાનપુર
ભીખાભાઇ ઠાકોર 82-પુરૂષ ગુલબાઇ ટેકરા, નવરંગપુરા
તૌશીદખાન પઠાણ 20-પુરૂષ સુંદરમ, રાજપુર