અમદાવાદ: લોકડાઉન વચ્ચે પુત્રએ પિતાને ઢોર માર મારી ઇજાગ્રસ્ત કર્યા

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં એક પુત્રએ ઘરના ઝઘડામાં પિતાને ઢોર મારીને ઇજાગ્રસ્ત કરી દીધા હતા. વધુમાં દીકરાએ પિતાને ઢોર માર મારીને ધમકી આપી હતી કે જો ફરી વચ્ચે પડીશ તો ટાંટિયા ભાંગી નાંખીશ. પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અમદાવાદના સેટેલાઇટમાં એક
 
અમદાવાદ: લોકડાઉન વચ્ચે પુત્રએ પિતાને ઢોર માર મારી ઇજાગ્રસ્ત કર્યા

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં એક પુત્રએ ઘરના ઝઘડામાં પિતાને ઢોર મારીને ઇજાગ્રસ્ત કરી દીધા હતા. વધુમાં દીકરાએ પિતાને ઢોર માર મારીને ધમકી આપી હતી કે જો ફરી વચ્ચે પડીશ તો ટાંટિયા ભાંગી નાંખીશ. પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના સેટેલાઇટમાં એક વ્યક્તિએ સામાન્ય બાબતે પોતાના પિતા ઉપર હુમલો કરી નાખ્યો છે. પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે માર માર્યા બાદ પણ આરોપી પુત્રે પિતા ને ધમકી આપી અને ફરી વચ્ચે આવીશ તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી દીધી છે. ફરિયાદી અને તેમનો નાનો દીકરો એક સાથે રહે છે અને નાનો પુત્ર પોતાની પત્ની સાથે બબાલ કરી રહ્યો હતો તે સમય ફરિયાદી વચ્ચે પડી બબાલ શાંત કરાવવા ગયા હતા પરંતુ આરોપી પુત્ર ઉશ્કેરાઈ ગયો અને ઈંટો લઈ પિતા ઉપર હુમલો કરી નાંખ્યો. ત્યારબાદ આરોપીની માતા વચ્ચે પડી ફરિયાદીને બચાવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટનાને લઇ પોલીસ ને જાણ કરતા પોલીસે આવી ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી છે અને આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આવા સમયે પુત્ર ને પિતાનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ આવી ઘટના અનેક સવાલ ઉભા કરી નાખે છે.