અમદાવાદ: આગોતરા જામીન મુદ્દે MLAના નામે ઇસમે હાઇકોર્ટના જસ્ટિસને ફોન કર્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસને આગોતરા જામીન અરજીના મુદ્દે ધારાસભ્યના નામે અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા જસ્ટિસ નારાજ થયા હતા. જેને લઇ હાઇકોર્ટના આદેશ બાદ એસપીએ રીપોર્ટ તૈયાર કરી હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. સુનાવણી બાદ હાઇકોર્ટે એસપી, ડીવાયએસપી અને પીએસઆઇને આજે સવારે વિડીયો કોન્ફરન્સથી હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવા કહ્યુ હતુ. અટલ સમાચાર
 
અમદાવાદ: આગોતરા જામીન મુદ્દે MLAના નામે ઇસમે હાઇકોર્ટના જસ્ટિસને ફોન કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસને આગોતરા જામીન અરજીના મુદ્દે ધારાસભ્યના નામે અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા જસ્ટિસ નારાજ થયા હતા. જેને લઇ હાઇકોર્ટના આદેશ બાદ એસપીએ રીપોર્ટ તૈયાર કરી હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. સુનાવણી બાદ હાઇકોર્ટે એસપી, ડીવાયએસપી અને પીએસઆઇને આજે સવારે વિડીયો કોન્ફરન્સથી હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવા કહ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીનુ પેટલાદના ધારાસભ્યના નામે આગોતરા જામીન અરજી મુદ્દે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેને લઇ હાઇકોર્ટના જસ્ટિસે તપાસના આદેશ આપતાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં આણંદ પોલીસે તેમનો તપાસ રિપોર્ટ રજૂ કરતા ડીવાયએસપીએ પેટલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ અને અન્ય એક વ્યક્તિ તોફીક વોહરાના નિવેદનો રજૂ કર્યા હતા. આ પછી ડીવાયએસપી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરવા માટે હાઈકોર્ટે તેમને લિંક મોકલાવી હતી. જોકે ટેકનિકલ કારણોસર જોડાણ થઇ ન શકતા ડીવાયએસપી સાથે હાઇકોર્ટ ની વાત થઇ ન હતી.

શું હતો સમગ્ર મામલો ?

કેસની વિગત જોઈએ તો સોમવારે આગોતરા જામીન અરજીના મુદ્દે હાઈકોર્ટના જસ્ટિસ ને અજાણ્યા વ્યક્તિ નો ફોન આવ્યો હતો. આ પછી જસ્ટિસને એસએમએસ પણ આવ્યો હતો.આ ઘટનાથી નારાજ હાઇકોર્ટે તેના રજીસ્ટ્રાર (IT)ને આ અંગે તપાસનો આદેશ આપ્યો હતો. તપાસમાં વિગત બહાર આવી હતી કે, આ મોબાઈલ ફોન તૌફીક ફેઝ ઝેરોક્સના નામે નોંધાયેલો છે. આ ઘટનાથી નારાજ જસ્ટિસે અરજદાર વિજય શાહને પૂછ્યું હતું કે, અરજદાર અને પેટલાદના ધારાસભ્ય વચ્ચે શું જોડાણ છે? આ સમયે અરજદારના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, અરજદાર અને ધારાસભ્ય વચ્ચે કોઈ જોડાણ નથી. પરંતુ અરજદારની ધરપકડ કરવામાં ધારાસભ્યએ રસ દાખવ્યો હતો. સુનાવણી બાદ ગઈકાલે હાઈકોર્ટે આણંદ જિલ્લા પોલીસને આદેશ કર્યો હતો કે, પેટલાદના ધારાસભ્ય અને અન્ય એક વ્યક્તિ તૌફીકના નિવેદનોને લઈને તેનો રિપોર્ટ રજૂ કરો.