અમદાવાદ: લોકડાઉનમાં મેંગો માર્કેટનું ઉદ્ઘાટન, સવાલ પુછતાં મેયર ભડક્યા

અટલ સમાચાર,ડેસ્ક રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત સાહસથી અમદાવાદના જીએમડીસી ખાતે મેંગો માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન માટે અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ મેંગો માર્કેટ પહોચ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન બિજલ પટેલ મીડિયાથી એવા તે ભડક્યા કે તેમણે મીડિયાને મેંગો માર્કેટ સિવાય કોઈપણ સવાલોના જવાબ આપવાની તૈયારી ન બતાવી. અટલ
 
અમદાવાદ: લોકડાઉનમાં મેંગો માર્કેટનું ઉદ્ઘાટન, સવાલ પુછતાં મેયર ભડક્યા

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત સાહસથી અમદાવાદના જીએમડીસી ખાતે મેંગો માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન માટે અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ મેંગો માર્કેટ પહોચ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન બિજલ પટેલ મીડિયાથી એવા તે ભડક્યા કે તેમણે મીડિયાને મેંગો માર્કેટ સિવાય કોઈપણ સવાલોના જવાબ આપવાની તૈયારી ન બતાવી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં આજે મેંગો માર્કેટના ઉદ્ઘાટન વખતે બિજલ પટેલને પૂછવામાં આવ્યું કે, શું અમદાવાદમાં કેસ બદલાવા પાછળ કારણ અમદાવાદના બદલાયેલા કમિશનર છે? આ સવાલ સામે મેયર બિજલ પટેલ ભડકી ગયા અને કહ્યું કે, મેંગો માર્કેટ સિવાય તેઓ કોઈપણ સવાલનો જવાબ નહીં આપે. એક તરફ અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પ્રથમ નાગરિક તરીકે મેયર બિજલ પટેલે કેટલી જવાબદારી સ્વીકારી છે તે અમદાવાદીઓને ખબર છે. આજે બીજી વાર મેયર બિજલ પટેલ ઘરની બહાર નીકળ્યા છે અને તેમણે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સરકારી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું છે.

અમદાવાદ: લોકડાઉનમાં મેંગો માર્કેટનું ઉદ્ઘાટન, સવાલ પુછતાં મેયર ભડક્યા

આવા કપરા સમયમાં બિજલ પટેલે કોરોના વાયરસ લઈને અમદાવાદ પરિસ્થિતિ અંગે પણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને કમિશનર વિજય નેહરા અને તેમની બદલીની વાત સાંભળીને તેઓ ભડકી ઉઠયા હતા. એ વાત સૌ કોઈ જાણે છે કે, વિજય નહેરા અને બિજલ પટેલ વચ્ચે વિખવાદ હતો. કેટલાક લોકો તો આક્ષેપ કરી રહ્યા છે કે, બિજલ પટેલને કારણે જ વિજય નહેરાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા છે. તેવામાં મેયરનું બેજવાબદારીભર્યું વર્તન ઘણું બધું કહી જાય છે.

અમદાવાદના જીએમડીસી ખાતે યોજાયેલા મેગો માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો. અહીના કોઈ વેપારીએ હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ પહેર્યા ન હતા કે ના તો આવનાર ગ્રાહકોને પૂછાતું હતું કે, તેમણે માસ્ક કેમ નથી પહેર્યું. મેયર બિજલ પટેલની હાજરી વચ્ચે આવનાર તમામ લોકોના થર્મલ સ્ક્રીનીંગથી ટેસ્ટ કરવામાં આવતા હતા અને તેમને હાથમાં સેનિટાઇઝર પણ આપવામાં આવતું હતું. પરંતુ હકીકત એ હતી કે મેંગો માર્કેટમાં પહોંચવા માટે જે ગેટ બનાવાયો છે ત્યાંથી લોકો જતાં જ નહોતા એ સિવાય અન્ય ગેટ પરથી સરળતા રહે તે માટે જીએમડીસી મેદાન સુધી પહોંચતા હતા. જે સવાલ ઉઠાવે છે કે, આ કેરીનું વેચાણ કોરોના વાયરસનું આગામી સમયમાં એપી સેન્ટર તો નહિ બને ને?