અમદાવાદ: શું આ છે સરકારનું સ્ત્રી સશક્તિકરણ? પહેલા માર, હવે માફીનું નાટક

અટલ સમાચાર, અમદાવાદ લોકસભામાં જંગી જીત બાદ જાણે ભાજપના ધારાસભ્યનો જીતનો નશો ચઢી ગયો છે. જે નેતાઓ ગલીએ-ગલીએ ફરીને લોકો પાસે મતની ભીખ માંગી રહ્યા હતા, તેઓ જીત બાદ સત્તાનો પાવર બતાવતા દેખાઈ રહ્યો છે. તેનો પુરાવો આપતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પાણીની સમસ્યા લઈને ભાજપના ધારાસભ્ય પાસે ગયેલી મહિલાને ધારાસભ્યએ જાહેરમાં માર માર્યો છે.
 
અમદાવાદ: શું આ છે સરકારનું સ્ત્રી સશક્તિકરણ? પહેલા માર, હવે માફીનું નાટક

અટલ સમાચાર, અમદાવાદ

લોકસભામાં જંગી જીત બાદ જાણે ભાજપના ધારાસભ્યનો જીતનો નશો ચઢી ગયો છે. જે નેતાઓ ગલીએ-ગલીએ ફરીને લોકો પાસે મતની ભીખ માંગી રહ્યા હતા, તેઓ જીત બાદ સત્તાનો પાવર બતાવતા દેખાઈ રહ્યો છે. તેનો પુરાવો આપતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પાણીની સમસ્યા લઈને ભાજપના ધારાસભ્ય પાસે ગયેલી મહિલાને ધારાસભ્યએ જાહેરમાં માર માર્યો છે. જેનો વીડિયો વાઈરલ થતા લોકો આ ધારાસભ્ય પર ફીટકાર વરસાવી રહ્યા છે. પણ જ્યારે ધારાસભ્યને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે બેશરમીથી કહી દીધું કે, મારાથી ભૂલથી મહિલાને લાત વાગી ગઈ હતી. જ્યારે કે, વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ધારાસભ્ય મહિલાને માર મારી રહ્યા છે.

નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પર પાણીના મુદ્દે મહિલા રજૂઆત કરવા માટે ગઈ હતી. ત્યારે ધારાસભ્ય બલરામ થવાણીએ પિત્તો ગુમાવ્યો હતો અને મહિલાને જમીન પર પટકીને બેફામ માર માર્યો હતો. ખુદ ધારાસભ્યએ મહિલાને લાતો ફટકારી હતી. મહિલાએ બલરામ થાવાણી પર આક્ષેપ કરતા કહ્યું કે, ધારાસભ્યના માણસોએ મારા પતિને ઢોર માર માર્યો, ધારાસભ્યએ મને દોડાવી-દોડાવીને માર માર્યો અને મારો મોબાઈલ છીનવી લીધો. મહિલા સુરક્ષાની વાતો કરનાર ભાજપના ધારાસભ્યએ બેરહેમીથી પીટાઈ કરી છે.

પીડિતાના આક્ષેપ સામે ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાનો બચાવ કર્યો, ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને NCPની કાર્યકર્તા ગણાવી છે. થાવાણીએ કહ્યું કે, મહિલા અને તેના પતિએ સૌ પ્રથમ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, મને કોઈએ પાછળથી ફેંટ મારી, ત્યારે પોતાનો બચાવ કરવામાં હું કૂદ્યો હતો. હું બચાવમાં બહાર પડ્યો, અને મારી લાત લાગી ગઈ. પોતાના બચાવમાં મેં આવું કર્યું છે. જોકે,બલરામ થાવાણીએ સોમવારે સવારે મહિલાની માગી માફીને કહ્યું કે, મારા જીવનમાં પહેલીવાર આવું થયું, હવે પીડિતાને રૂબરૂમાં મળીને પણ માફી માગશે.