અમદાવાદ: ‘તું મને ઓળખે છે’ એમ કહી ઇસમોએ કોન્સ્ટેબલની ક્રુર હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર રાજા નામના ચાર શખ્સોએ છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો છે. ચાઇના ગેંગનાં સાગરિતોએ નજીવી તકરારમાં જમવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. તેનો મિત્ર ત્યાંથી ભાગી ગયો હતો એટલે તે બચી ગયો. મિત્રની ફરિયાદનાં આધારે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ
 
અમદાવાદ: ‘તું મને ઓળખે છે’ એમ કહી ઇસમોએ કોન્સ્ટેબલની ક્રુર હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર રાજા નામના ચાર શખ્સોએ છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો છે. ચાઇના ગેંગનાં સાગરિતોએ નજીવી તકરારમાં જમવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. તેનો મિત્ર ત્યાંથી ભાગી ગયો હતો એટલે તે બચી ગયો. મિત્રની ફરિયાદનાં આધારે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, શાહીબાગના ચમનપુરામાં રૈન બસેરા વિસ્તારમાં ચાઇના ગેંગના સાગરિતોએ બે પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો. શાહીબાગમાં કડિયાની ચાલીમાં રહેતા અને પૂર્વ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવીન્દ્ર જાડેજા તેના મિત્ર ધવલ સોલંકી સાથે સાંજના સાત વાગ્યાની આસપાસ રૈનબસેરા પાસે જમવા ગયા હતાં. તે દરમિયાન ચાઇના ગેંગના ચારથી પાંચ જેટલા શખ્સોએ આવીને પોલીસ કોન્સ્ટેબલને ‘તું મને ઓળખે છે’ તેમ કહી ઝઘડો કર્યો હતો.

આ શખ્સોએ ચપ્પુ વડે બંને પર હુમલો કર્યો હતો, જેમાં ધવલને ચપ્પુનાં ત્રણેક ઘા વાગ્યા હતાં અને તે ભાગી જતા બચી ગયો હતો. જ્યારે કોન્સ્ટેબલ રવિન્દ્ર દોડી ન શકતા ચાઈના ગેંગના સાગરિતોએ સાતથી આઠ ઘા મારતા તે રસ્તા પર ઢળી પડ્યો હતો. મહત્વનું હતું કે, રવિન્દ્રએ ગાદીનું ઓપરેશન કરાવ્યું હતું જેના કારણે તે દોડી શક્યા ન હતા અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.