અમદાવાદ: જનેતાએ નવજાત બાળકીને ત્યજી દીધી, સ્થાનિકોએ 108ને સુપરત કરી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં નવજાતના મોતનો મામલો ગરમાયો છે. એક બાજુ રાજ્યની જનેતાઓના નવજાતો મોતને ભેટી રહ્યા છે ત્યારે બે દિવસમાં બે નવજાતનો ત્યજી દેવાના બનાવો સામે આવ્યા છે. ગઈકાલે રાજ્યના સુરત શહેરમાંથી જે.સી.બી ઓપરેટરે ઝાડીમાં રડી રહેલા નવજાત બાળકને બચાવ્યું અને 108ને હવાલે કર્યુ તો આજે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ત્યજી દીધેલી નવજાત બાળકી મળી
 
અમદાવાદ: જનેતાએ નવજાત બાળકીને ત્યજી દીધી, સ્થાનિકોએ 108ને સુપરત કરી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં નવજાતના મોતનો મામલો ગરમાયો છે. એક બાજુ રાજ્યની જનેતાઓના નવજાતો મોતને ભેટી રહ્યા છે ત્યારે બે દિવસમાં બે નવજાતનો ત્યજી દેવાના બનાવો સામે આવ્યા છે. ગઈકાલે રાજ્યના સુરત શહેરમાંથી જે.સી.બી ઓપરેટરે ઝાડીમાં રડી રહેલા નવજાત બાળકને બચાવ્યું અને 108ને હવાલે કર્યુ તો આજે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા આંજણા ચોક પાસેથી આજે સવારે એક નવજાત બાળકી મળી આવી હતી. માતાની કૂખેથી જન્મતાની સાથે ત્યજી દેવાયેલી આ બાળકીને સ્થાનિકોએ 108 બોલાવી તેમને સુપરત કરી હતી. આ ઘટના બાદ લોકમુખે ચર્ચા હતી કે જે જનનીએ 9-9 મહિના પોતાના ઉદરમાં બાળને ઉછેર્યુ હોય એની એવી તો કઈ મજબૂરી હશે કે જન્મતાની સાથે જ પોતાના બાળકને ત્યજી દીધું હશે?

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં નવજાતોના મોતના મામલે રાજકારણ પણ ગરમાયું છે. સૌ કોઈ એ ગરીબડી માતાઓ માટે ચિંતા કરી રહ્યા છે જેના શિશુઓ જીવી નથી શક્યા ત્યારે સમાજમાં અમદાવાદ અને સુરતના બે કિસ્સાઓએ નિષ્ઠુર જનનીઓ વિરુદ્ધ ફીટકારની લાગણી વરસાવી છે.