અમદાવાદ: કોરોનાના કારણે કાંકરિયા કાર્નિવલ આ વર્ષે નહીં યોજાય

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરમાં યોજાતો ડિસેમ્બર મહિનાના અંતનો સૌથી મોટો કાર્યક્રમ કાંકરિયા કાર્નિવલ આ વખતે યોજાશે નહી. કોરોના મહામારી વચ્ચે એએમસી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે કે કોરોના સંક્રમણ ધ્યાને રાખી એએમસી આ વખતે કાંકરિયા કાર્નિવલનુ આયોજન કરશે નહી. મેયર બિજલ પટેલ દ્વારા સત્તાવાર જાહેર કરતા કહ્યું હતું કે કોરોના સંક્રમણ વધ્યું છે
 
અમદાવાદ: કોરોનાના કારણે કાંકરિયા કાર્નિવલ આ વર્ષે નહીં યોજાય

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરમાં યોજાતો ડિસેમ્બર મહિનાના અંતનો સૌથી મોટો કાર્યક્રમ કાંકરિયા કાર્નિવલ આ વખતે યોજાશે નહી. કોરોના મહામારી વચ્ચે એએમસી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે કે કોરોના સંક્રમણ ધ્યાને રાખી એએમસી આ વખતે કાંકરિયા કાર્નિવલનુ આયોજન કરશે નહી. મેયર બિજલ પટેલ દ્વારા સત્તાવાર જાહેર કરતા કહ્યું હતું કે કોરોના સંક્રમણ વધ્યું છે અને રાજ્ય સરકારની ગાઇડલાન મુજબ ભીડ ન કરવા સુચના અપાઇ છે. તેવામાં અમદાવાદ શહેરમાં અટલ બિહારી વાજપેયીના જન્મ જંયતિ નિમિત્તે યોજાતો કાંકરિયા કાર્નિવલ મહામારી વચ્ચે યોજાશે નહીં.

અમદાવાદ શહેરના કોરોના સંક્રમણ અટકાવવા માટે એએમસી દ્વારા તબક્કાવાર અનેક પગલા લીધા છે. ત્યારે કોરોના કેસ વધતા ફરી એકવાર એએમસી તંત્ર એક્શનમા આવ્યું છે. અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર સહિત તમામ વિભાગના ડેપ્યુટી કમિશનર અને વિવિધ અધિકારીઓ વચ્ચે કોરોના અંગે સમીક્ષા કરાઇ હતી. એએમસી દ્વારા માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે સર્વેલન્સમા શંકાસ્પદ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના સિનીયર નેતા અટલ બિહારી વાજપેયીના જન્મ જંયતિ નિમિત્તે ડિસેમ્બરના અંતિમ સાત દિવસ એટલે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાય છે. કાર્નિવલમા એક અંદાજ મુજબ 22 થી 25 લાખ લોકો આવતા હોય છે . પરંતુ આ વખતે કોરોના મહામારી વચ્ચે લોકો એકઠા ન થાય તે માટે સરકાર દ્વારા અલગ અલગ ગાઇડલાન જાહેર કરાઇ છે. જે અંતર્ગત 2020નો કાંકરિયા કાર્નિવલ રદ કરાયો છે.