અમદાવાદઃ બિલ્ડરનુ અપહરણ કરી 50 લાખની ખંડણી માંગી, ત્રણ ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના બિલ્ડરના અપહરણ અને ખંડણીના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આનંદનગર વિસ્તારમાંથી પ્રતિક પટેલ નામના બિલ્ડરનુ અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ પ્રતિક પટેલને છોડાવવા માટે 50 લાખની ખંડણી માંગી હતી. અપહરણના મામલે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. બિલ્ડરનો મોબાઈલ ફોન ચાલુ
 
અમદાવાદઃ બિલ્ડરનુ અપહરણ કરી 50 લાખની ખંડણી માંગી, ત્રણ ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના બિલ્ડરના અપહરણ અને ખંડણીના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આનંદનગર વિસ્તારમાંથી પ્રતિક પટેલ નામના બિલ્ડરનુ અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ પ્રતિક પટેલને છોડાવવા માટે 50 લાખની ખંડણી માંગી હતી. અપહરણના મામલે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. બિલ્ડરનો મોબાઈલ ફોન ચાલુ હોઈ પોલીસ લોકેશન શોધી કાઢ્યું હતુ. સાથે જ પોલીસે 50 લાખની ખંડણી સ્વીકારવા આવેલા 3 આરોપીને પકડી લીધા હતા. આમ, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચીને બિલ્ડર પ્રતિક પટેલને છોડાવ્યો છે. અપહરણકર્તાઓએ નાણાંકીય ખેંચના કારણે અપહરણ કર્યાનું પોલીસે પ્રાથમિક સ્તરે અનુમાન લગાવ્યું છે.

આરોપીઓના નામ :-

સાહિલ ઉર્ફે કુણાલ જયેશભાઇ દેસાઈ
સાગર ઈશ્વરભાઈ રબારી
પૌમિલ પ્રગ્નેશભાઈ પટેલ