અમદાવાદ રથયાત્રાઃ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નિકળશે કે નહીં ? ભક્તો મુંઝવણમાં

અટલ સમાચાર. ડેસ્ક અમદાવાદમાં અષાઢી બીજના દિવસે વર્ષોથી પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નિકળશે કે નહી તેને લઇને અત્યાર સુધી અવઢણ છે. ભક્તો પણ મુંઝવણમાં મુકાયા છે. વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કહેરને કારણે આ સ્થીતી ઉભી થવા પામી છે. નોધનીય છે કે રથયાત્રા નીકળવાની વહેતી થયેલી વાત વચ્ચે કેબિનેટની બેઠકમાં આ
 
અમદાવાદ રથયાત્રાઃ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નિકળશે કે નહીં ? ભક્તો મુંઝવણમાં

અટલ સમાચાર. ડેસ્ક

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે વર્ષોથી પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નિકળશે કે નહી તેને લઇને અત્યાર સુધી અવઢણ છે. ભક્તો પણ મુંઝવણમાં મુકાયા છે. વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કહેરને કારણે આ સ્થીતી ઉભી થવા પામી છે. નોધનીય છે કે રથયાત્રા નીકળવાની વહેતી થયેલી વાત વચ્ચે કેબિનેટની બેઠકમાં આ સંદર્ભે વિસ્તારથી ચર્ચા કર્યાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બુધવારે રથયાત્રા નીકળે તો સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય અને તેથી કોરોનાનો ચેપ પ્રસરવાની શક્યતા હોવાથી સરકાર વિવિધ સ્તરેથી અભ્યાસ કરીને નિર્ણય લેશે તેની વાત જણાવી હતી ત્યારે અમદાવાદમાં રથયાત્રા નિકળશે કે નહી તે અંકે લોકોમાં મૂંઝવણ છે.

બીજી તરફ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી ના આપવાની માંગ સાથે હાઇકોર્ટમાં મામલો પહોચ્યો છે. કોરોનાના સંકટકાળમાં રથયાત્રાની મંજૂરી પર રોક લગાવી જોઇએ તેવી અરજદારે માંગ કરીછે કારણ કે રથયાત્રાને જો મંજૂરી મળશે તો કોરોનાનો ચેપ ફેલાશે અને અમદાવાદ શહેરની સ્થિતિ વધુ વકરશે. વધુ સુધાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથજી મંદિરેથી દરવર્ષે પરંપરાગત રથયાત્રા નીકળે છે. ભગવાન ખુદ રથમાં બીરાજમાન બનીને ભક્તોને મળવા માર્ગો પર પહોચે છે. ભગવાનના વધામણા કરવા માટે ભક્તો પણ માર્ગો પર ઉમટી પડે છે. જો કે આ વર્ષે સ્થીતી કઇક અલગ છે. કોરોનાના કહેરને કારણે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. અને ભીડ ન થાય તેની તકેદારી રખાય છે. ભીડને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ રહે છે. જેથી રથયાત્રા નીકળે અને ભીડ ભેગી થાય તો કોરોનાનો ચેપ ફેલાઇ શકે તેમ હોવાથી સરકાર દ્વારા પણ રથયાત્રાને મંજુરી અંગે હજુ સુધી કોઇ નિર્ણય કરાયો નથી તો ભક્તો પણ મુંઝવણમાં છે.