અમદાવાદ: મહર્ષિ સંત તેજાનંદ સ્વામી માર્ગનું પુન: નામાભિધાન કરવામાં આવ્યું

અટલ સમાચાર, અમદાવાદ (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે અમદાવાદના અમરાઇવાડીમાં મહર્ષિ સંત તેજાનંદ સ્વામી માર્ગનું પુન: નામાભિધાન કરવામાં આવ્યુ હતુ. આજે સવારે જશુબેન પ્રકાશભાઇ શુક્લ(દિગસર)ના વરદ હસ્તે માર્ગનું નામાભિધાન કરવામાં આવ્યુ હતુ. આ સાથે વૃક્ષારોપણ અને ઉપસ્થિત મહિલાઓને નાના-નાના છોડો આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુરૂ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિ દ્રારા
 
અમદાવાદ: મહર્ષિ સંત તેજાનંદ સ્વામી માર્ગનું પુન: નામાભિધાન કરવામાં આવ્યું

અટલ સમાચાર, અમદાવાદ (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે અમદાવાદના અમરાઇવાડીમાં મહર્ષિ સંત તેજાનંદ સ્વામી માર્ગનું પુન: નામાભિધાન કરવામાં આવ્યુ હતુ. આજે સવારે જશુબેન પ્રકાશભાઇ શુક્લ(દિગસર)ના વરદ હસ્તે માર્ગનું નામાભિધાન કરવામાં આવ્યુ હતુ. આ સાથે વૃક્ષારોપણ અને ઉપસ્થિત મહિલાઓને નાના-નાના છોડો આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુરૂ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિ દ્રારા કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરના અમરાઇવાડીમાં મેટ્રો સ્ટેશન નીચે ન્યુ કોટન ચાર રસ્તા પર મહર્ષિ સંત તેજાનંદ સ્વામી માર્ગનું પુન: નામાભિધાન કરવામાં આવ્યુ હતુ. આજે તારીખ 16/09/2020 ને બુધવારે મહર્ષિ સંત તેજાનંદ સ્વામિજીની પુણ્યતિથિ નિમિત્તે પુન: માર્ગ નામાભિધાન જસુબેન પ્રકાશભાઈ શુક્લ ગામ દિગસરવાળાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. સ્વામિજીના માર્ગ નામાભિધાનના અવસરે સ્વામીજીનાં નામનાં માર્ગ માટે જે તે સમયે સામાજિક આગેવાન સ્વ મફતલાલ શ્રીમાળી મ્યુ.અધિકારી કહોડા, બી.કે.શ્રીમાળી, સ્વ.હરજીવનદાસ પંડ્યા(તંત્રી.કનારસી) અને જશુભાઈ શ્રીમાળી વિસનગર, સવિતાબેન શ્રીમાળી આગેવાનોએ જે સુંદર કાર્ય કર્યું હતું તેમને યાદ કરીને ઉતમભાઇ શ્રીમાળીએ આભાર માની ઉપસ્થિત મફતલાલ શ્રીમાળી કહોડા વાળાના પુત્ર દિપકભાઇનું અને શુક્લગુરૂનું કુલદિપકભાઇએ સન્માન કર્યુ હતું.

અમદાવાદ: મહર્ષિ સંત તેજાનંદ સ્વામી માર્ગનું પુન: નામાભિધાન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાંમાં ઉત્તમભાઈ શ્રીમાળી પ્રમુખ સમસ્ત અમરાઈવાડી ગુરૂ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિ, કુલદીપક શ્રીમાળી પૂર્વ પ્રમુખ Gbyvs, પ્રકાશભાઈ શુક્લ, ગીરીશભાઈ શ્રીગોડ, આત્મારામભાઈ શ્રીમાળી, પ્રવીણભાઈ (કાલી બાપુ) મહા મંત્રી મુલગામી સમાજ, દીપકભાઈ તપોધન, કલ્પેશભાઈ શ્રીમાળી સુણોક, રાકેશભાઈ શ્રીમાળી મુજપુર, નરેશભાઈ ચોરસિયા, રાકેશભાઈ શ્રીમાળી કામળી, ભાસ્કરભાઈ, અનમોલભાઈ, અરવિંદભાઈ શ્રીમાળી, મનિષભાઈ શ્રીમાળી, વિપુલભાઈ (IM0), કમલેશભાઈ શ્રીમાળી ભાંડુ, વિનુભાઈ કહીપુર, દિનેશભાઇ સરઢવ, હિમાંશુ ભાઈ મહેમદાવાદ, ભરતભાઈ શ્રીમાળી કડા, ગજેન્દ્રભાઈ રાંધેજા, રમણલાલ ગાંધી મણુંદ, રાજુભાઇ ટીટોદણ, જીગ્નેશભાઈ શ્રીમાળી ડભોડા, સંદીપભાઈ કહીપુર, ગીરીશભાઈ શ્રીમાળી કહીપુર અને સમસ્ત ગુરૂ બ્રાહ્મણ સમાજ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.