અમદાવાદ: તબીબોના પ્રયત્નોથી બાળકીને જીવન મળ્યું, 1.5 સેમીનો પત્થર નિકાળ્યો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ સિવિલના ડોક્ટરોના સફળ પ્રયાસોના માધ્યમથી સાબિત થઈ છે. સિવિલના ENT વિભાગના ડોક્ટરો દ્વારા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલોલમાં મજુરી કામ કરીને જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવારની 4 વર્ષીય મોહિની રાજપૂત નામની બાળકીને નવુ જીવન બક્ષ્યુ છે, જેના શ્વાસનળીમાં દોઢ સેન્ટીમીટરની સાઈઝનો પથ્થર ફસાઈ ગયો હતો. હવે આ બાળકી ફરીથી રમતી થઈ
 
અમદાવાદ: તબીબોના પ્રયત્નોથી બાળકીને જીવન મળ્યું, 1.5 સેમીનો પત્થર નિકાળ્યો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ સિવિલના ડોક્ટરોના સફળ પ્રયાસોના માધ્યમથી સાબિત થઈ છે. સિવિલના ENT વિભાગના ડોક્ટરો દ્વારા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલોલમાં મજુરી કામ કરીને જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવારની 4 વર્ષીય મોહિની રાજપૂત નામની બાળકીને નવુ જીવન બક્ષ્‍યુ છે, જેના શ્વાસનળીમાં દોઢ સેન્ટીમીટરની સાઈઝનો પથ્થર ફસાઈ ગયો હતો. હવે આ બાળકી ફરીથી રમતી થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બાળકીના શ્વાસનળીમાં ફસાયેલો એક બાય દોઢ સેન્ટિમીટર સાઈઝનો પથ્થર કાઢવા માટેના SSG હોસ્પિટલના પ્રયાસો સફળ ન થતા આખરે બાળકીના ચિંતિત માતા-પિતા 4 ડિસેમ્બરના રોજ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા શ્વાસનળીમાં ફસાયેલા પથ્થરને બહાર કાઢવા માટે ઓપરેશન જરૂરી હોવાનું જણાવ્યું હતું, જેનો ખર્ચ આશરે દોઢ લાખ રૂપિયા જણાવવામાં આવ્યો. ગરીબ પરિવાર માટે દોઢ લાખનો ખર્ચ કરવો અશક્ય હતો. પરંતુ એવામાં બાળકીના પિતાને સિવિલ હોસ્પિટલ સ્થિત ENT વિભાગના ડોક્ટર દેવાંગ ગુપ્તાનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું અને આખરે ગરીબ પરિવાર 4 ડિસેમ્બરની સાંજે એ મુકામે પહોંચ્યો કે, જ્યાં વિના કોઈ ખર્ચે બાળકીની દૂરબીન મારફતે ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક સારવાર કરી બાળકીને નવજીવન બક્ષ્‍યું.

બાળકીની શ્વાસનળીમાં એક બાય દોઢ સેન્ટિમીટર સાઈઝનો પથ્થર ફસાયો હોવાનો કેસ સિવિલના ENT વિભાગમાં પહોંચતા જ ડોક્ટર દેવાંગ ગુપ્તા, ડોક્ટર વિરલ પ્રજાપતિ, અને ડોક્ટર સ્મિતા એન્જિનીયર દ્વારા 5 ડિસેમ્બરના રોજ દૂરબીનના મારફતે કોઈ પ્રકારના ઓપરેશન વિના માત્ર 15 મીનીટમાં લપસણો પથ્થર કાઢવામાં સફળતા મળી. પથ્થર શ્વાસનળીમાં ફસાયો હોવાથી ફેફસામાં સમસ્યા થવાની શક્યતા હતી. જેમાં ફેફસું નબળું પડે તેવો ડર હતો. બીજા ફેફસાંથી બાળકી શ્વાસ સરળતાથી લઈ શકતી હતી. પરંતુ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના ENT વિભાગના ડોક્ટરો દ્વારા બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે તેવું ડોક્ટર દેવાંગ ગુપ્તાએ જણાવ્યું હતું.