અમદાવાદ: MLAના રાજીનામાથી હડકંપ, તો પ્રદેશ પ્રમુખ વાઘાણીની તબિયત લથડી

અટલ સમાચાર,ડેસ્ક સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સાવલીના ભાદરવા ગામે મળશે જો કે આ મુલાકાતના સ્થાન અંગે પણ હજુ સસ્પેન્સ ચાલી રહ્યું છે. એવામાં જાણવા મળ્યું છે કે જીતુ વાઘાણીની તબિયત લથડી
 
અમદાવાદ: MLAના રાજીનામાથી હડકંપ, તો પ્રદેશ પ્રમુખ વાઘાણીની તબિયત લથડી

અટલ સમાચાર,ડેસ્ક

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સાવલીના ભાદરવા ગામે મળશે જો કે આ મુલાકાતના સ્થાન અંગે પણ હજુ સસ્પેન્સ ચાલી રહ્યું છે. એવામાં જાણવા મળ્યું છે કે જીતુ વાઘાણીની તબિયત લથડી છે. તેમના નિવાસસ્થાને તબીબોને બોલાવવામાં આવ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ બોલાવી હોવાનું કહેવાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ: MLAના રાજીનામાથી હડકંપ, તો પ્રદેશ પ્રમુખ વાઘાણીની તબિયત લથડી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડો.દીપક પરમારે દાવો કર્યો કે ભાજપના પ્રદેશ પ્રમુખની તબિયત સારી છે. તેમને ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ડોક્ટરે વાઘાણીને સિઝનલ શરદી ખાંસી થઈ હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. બુધવારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યો રાજીનામા આપી દીધા છે. નપાના સભ્યો બાદ તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામા આપ્યાં.