અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમની 2 મુખ્ય સંચાલિકાની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક નિત્યાનંદ આશ્રમ વિવાદનો મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બાળકોના શોષણને લઈ અટકાયત કરાઇ છે. પોલીસ બાળ શોષણ મામલે ખુલાસો કરશે. પોલીસે પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ કરી હતી. અમદાવાદના હાથીજણ ખાતે નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે ધરપકડ કરી છે. આશ્રમમાંથી યુવતી અને બાળકો ગુમ થવા મામલે વિવેકાનંદ નગર સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને લઈને
 
અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમની 2 મુખ્ય સંચાલિકાની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક

નિત્યાનંદ આશ્રમ વિવાદનો મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બાળકોના શોષણને લઈ અટકાયત કરાઇ છે. પોલીસ બાળ શોષણ મામલે ખુલાસો કરશે. પોલીસે પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ કરી હતી. અમદાવાદના હાથીજણ ખાતે નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે ધરપકડ કરી છે. આશ્રમમાંથી યુવતી અને બાળકો ગુમ થવા મામલે વિવેકાનંદ નગર સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને લઈને પોલીસે તપાસ કરી. અને ફરિયાદના અનુસંધાને પોલીસે આશ્રમ સંચાલિકા પ્રિયા તત્વ અને પ્રાણપ્રિયાની ધરપકડ કરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિયા તત્વ અને પ્રાણપ્રિયા નિત્યાનંદ આશ્રમની મુખ્ય સંચાલિકા છે. બન્ને વિરૂદ્ધ બાળ મજૂરી અને સતામણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા પોલીસ દ્વારા બાળકોના નિવેદન લેવામાં આવ્યા હતા. જે બાદ બન્ને સંચાલિકા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ કે, સમગ્ર કેસમાં જે બિલ્ડરે પુષ્પક સિટીમાં મકાન આપ્યુ તેના પુરાવાર પણ મહત્વના રહેશે. અને પોલીસ પકડમાં આવેલી બન્ને સંચાલિકા કર્ણાટકના મૈસૂરની છે. જેણે બાળકો પાસે ડોનેશનલ ઉઘરાવવા માટે બાળ મજૂરી કરાવી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ તેજ કરી છે.