અમદાવાદઃ 8 શાળાઓને 1.49 કરોડની વધુ ફી ઉઘરાવવા બાબતે નોટીસ

અટલ સમાચાર, ડેસ્ક દોઢ કરોડની વધારાની ફી લેનારી શહેરની 8 ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાઓ શિક્ષણ વિભાગના રડારમાં આવી છે. રાજકોટની એકાઉન્ટ જનરલ કચેરીએ કરેલી તપાસમાં આ વિગતો સામે આવી છે. જેને પગલે શાળાઓ ખુલાસો નહિ કરે તો આચાર્યોના પગાર બંધ કરવાની જિલ્લા શિક્ષણ અધિકારીએ ચીમકી આપી છે. વર્ષ 2012-13થી વર્ષ 2016-17 સુધી શહેરની ગ્રાન્ટેડ વિકલ્પ વાળી શાળાઓએ
 
અમદાવાદઃ 8 શાળાઓને 1.49 કરોડની વધુ ફી ઉઘરાવવા બાબતે નોટીસ

અટલ સમાચાર, ડેસ્ક

દોઢ કરોડની વધારાની ફી લેનારી શહેરની 8 ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાઓ શિક્ષણ વિભાગના રડારમાં આવી છે. રાજકોટની એકાઉન્ટ જનરલ કચેરીએ કરેલી તપાસમાં આ વિગતો સામે આવી છે. જેને પગલે શાળાઓ ખુલાસો નહિ કરે તો આચાર્યોના પગાર બંધ કરવાની જિલ્લા શિક્ષણ અધિકારીએ ચીમકી આપી છે. વર્ષ 2012-13થી વર્ષ 2016-17 સુધી શહેરની ગ્રાન્ટેડ વિકલ્પ વાળી શાળાઓએ વધુ ફી ઉઘરાવી હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદની 8 શાળાઓએ 1.49 કરોડની વધુ ફી લીધી હોવાની ચોંકાવનારી હકીકત રાજકોટની એજી કચેરીની તપાસમાં બહાર આવ્યું છે.

આ સ્કૂલોને નોટિસ મળી

જે આઠ શાળાઓને શિક્ષણ વિભાગે ખુલાસો કરવા નોટિસ આપી છે તેમાં અમદાવાદ શહેરની દિવાન બલ્લુભાઈ પાલડી, દિવાન બલ્લુભાઈ કાંકરિયા, બીવીડી હાઈસ્કૂલ ઘોડાસર, સ્વસ્તિક હાયર સેકન્ડરી સ્કૂલ નવા વાડજ, એરોમા સ્કૂલ ઉસ્માનપુરા, અસારવા વિદ્યાલય અસારવા, શારદા હાયર સેકન્ડરી સ્કૂલ પારુલ નગરનો સમાવેશ થાય છે.

આ શાળાઓ દ્વારા અમાન્ય રીતે વધુ ફી ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ શાળાઓનો ખુલાસો માંગવામાં આવ્યો હતો. પરંતુ શાળાઓ જવાબ રજુ નહીં કરી શકતા કંઈક ખોટું થયાની ગંધ શિક્ષણ વિભાગને આવી હતી. જેને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ આઠ શાળાઓને નોટિસ ફટકારી વધારાની ફી જમા કરવાની તાકીદ કરી છે.

જો આ મામલે તાત્કાલિક અસરથી ખુલાસો કરવામાં નહીં આવે તો શાળાના આચાર્યોનો પગાર બંધ કરવાની ચીમકી પણ આપી દેવાઈ છે. મહત્વનું છે કે રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. ત્યારે આવી શાળાઓ દ્વારા અમાન્ય રીતે ફી ઉઘરાવી હોવાનું ધ્યાને આવતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર કરીને શાળાઓને ખુલાસો કરવા જણાવ્યું છે.