અમદાવાદ: હવે પૂર્વના 11 કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો-દુકાનોને મંજૂરી

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જનજીવન સામાન્ય કરવા માટે પૂર્વના અન્ય વિસ્તારમાં પણ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે.અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં કન્ટેઇનમેંટ ઝોન સિવાયના વિસ્તારમાં જનજીવન સામાન્ય થશે. AMC દ્વારા મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે જેમાં
 
અમદાવાદ: હવે પૂર્વના 11 કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો-દુકાનોને મંજૂરી

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જનજીવન સામાન્ય કરવા માટે પૂર્વના અન્ય વિસ્તારમાં પણ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે.અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં કન્ટેઇનમેંટ ઝોન સિવાયના વિસ્તારમાં જનજીવન સામાન્ય થશે. AMC દ્વારા મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના પૂર્વ વિસ્તારના બંધ રાખવામાં આવેલા વિસ્તારોમાં છુટછાટ આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંઓ ની સમીક્ષા માટેની આઠમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે બપોરે 12 વાગે યોજાએલી બેઠકમાં મનપા કમિશનર મુકેશ કુમારે જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે વિગતવાર ચર્ચા કરીને પૂર્વ વિસ્તારમાં પણ કન્ટેનમેન્ટ જોન સિવાયના વિસ્તારમાં છુટછાટ આપવામાં આવી છે.

તા.18 મે 2020 મુજબ હવે અમદાવાદ શહેરના કન્ટેન્સેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં એટલે કે, સાબરમતી નદીના પૂર્વ વિસ્તાર સહિત, તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવેલ છે. આવી છૂટ રાજય સરકારના ઉદ્યોગ વિભાગના વખતો વખતના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અને સૂચનાઓને આધિન રહેશે. તે મુજબ હવે પશ્ચિમ વિસ્તાર ઉપરાંત પૂર્વ વિસ્તારોમાં પણ ઉત્પાદનની પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવેલ છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં છૂટ નહીં

અસારવા, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, શાહપુર, સરસપુર-રખિયાલ, ગોમતીપુર, બહેરામપુરા, દામીલીમડા, મણિનગર અને ગુલબાઈ ટેકરાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. પણ આ વોર્ડમાં કોઈપણ પ્રકારની છૂટછાટ નથી આપવામાં આવી.

પૂર્વના અમદાવાદના કયા વિસ્તારમાં છૂટ નહોતી અપાઈ

ઈન્દ્રપુરી, ઈસનપુર, ખોખરા, લાંભા, વટવા, શાહીબાગ, અમરાઈવાડી, ભાઈપુરા, હાટકેશ્વર, નિકોલ, ઓઢવ, રામોલ, હાથિજણ, વસ્ત્રાલ, વિરાટનગર, બાપુનગર, ઈન્ડિયા કોલોની, કુબેરનગર, નરોડા, સૈજપુર બોઘા, સરદારનગર, ઠક્કરબાપાનગર વિસ્તાર સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા જ્યાં હવે આજથી છુટ આપવામાં આવી છે.